ખાસ નોંધ : સમામાર માં પ્રસિદ્ધ થયેલ ઇન્ટરવ્યુ ( INTERVIEW ) તે લોકોના પોતાના મંતવ્ય છે જેથી તે તમામ શબ્દો અને મંતવ્ય જેતે વ્યક્તિના હોય છે. જેથી તેની સંપૂર્ણ જવાબદારી જેતે ઇન્ટરવ્યુ આપનાર વ્યક્તિની છે ચેનલ ની રહેશે નહિ. જેથી ચેનલ આવા પ્રસરણથી લેવા દેવા રાખતું નથી તેની ખાસ નોંધ લેવી.


Crime King News

માંડવીમાં સ્વ. દીપ દિનેશભાઈ શાહની દ્વિતીય પુણ્યતિથિ જીવદયા - માનવસેવા - ધાર્મિક - શૈક્ષણિક અને મેડિકલ કેમ્પથી ૨૧મી જૂનને રવિવારે ઉજવાશે

માંડવી, તા.૧૮-૦૬-૨૦૨૬

જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈનનૂતન પ્રાથમિક શાળા નં.-૩ ના નિવૃત્ત પૂર્વ આચાર્ય દિનેશભાઈ મણિલાલ શાહ અને નિવૃત્ત પૂર્વ શિક્ષિકા સ્વ. રંજનબેન દિનેશભાઈ શાહના 29 વર્ષના આશાસ્પદ અને સેવાભાવી સુપુત્ર સ્વ. દીપ શાહની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ ૨૧મી જૂનને રવિવારના રોજ જીવદયા - માનવસેવા - ધાર્મિક - શૈક્ષણિક અને મેડિકલ કેમ્પથી મૂળ ડગાળા (તા.ભુજ)ના પરંતુ હાલમાં માંડવી નિવાસી માનવંતીબેન મણીલાલ પાનાચંદ મહેતા પરિવાર તરફથી ઉજવાશે.

રવિવારના સવારના મૂંગા જીવોને નીલાચારાનું નિરણ કરીને, ગાયમાતા અને શ્ર્વાનોને લાપસીનું ભોજન પીરસીને તેમજ શ્ર્વાનોને લાડુ, બિસ્કીટ, રોટલા અને કેક આપીને જીવદયાનું કાર્ય કરાશે.

માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓ, બહેરામૂંગા વિદ્યાલયના દિવ્યાંગ વિદ્યાર્થીઓને, જૈન આશ્રમના માનસિક દિવ્યાંગો તથા માંડવીમાં રખડતા ભટકતા મસ્તરામોને મિષ્ટાન અપાશે.

માંડવીના નવાનાકા બહાર, હરિકૃષ્ણ મોલની સામે આવેલા, કિરણ ક્લિનિકમાં ડાયાબિટીસનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રવિવારે સવારે ૧૦ થી ૧૨ વાગ્યા દરમ્યાન યોજાશે. આ કેમ્પમાં ૧૦ દિવસની દવા પણ નિઃશુલ્ક અપાશે. બ્લડપ્રેશર તેમજ ગ્લુકોમીટરની મદદથી બ્લડસુગર પણ નિઃશુલ્ક ચેક કરી અપાશે.

માંડવીના સાતેય જૈન જિનાલયોમાં પ્રભુજીની ભવ્યાતીભવ્ય આંગી કરવામાં આવશે. સવારે ૧૦ વાગ્યે શીતલ-પાર્શ્વ જિનાલયમાં આવેલા કલાપ્રભસૂરી આરાધના ભવનમાં પાંચેગચ્છના બહેનોની ઉપસ્થિતિમાં શિતલ મંડળ અને ત્રિશલા મંડળના બહેનો પંચકલ્યાણકની પૂજા ભણાવાશે.
જિલ્લા પંચાયત સંચાલિત માંડવીની જૈનનૂતન પ્રાથમિક શાળા નં.-૩ના વિદ્યાર્થીઓ માટે "બેગલેસ દિવસ" માટે શૈક્ષણિક રમકડા તેમજ શાળાના વિદ્યાર્થીઓને રમત-ગમત માટેના ઉપકરણો ભેટ આપવામાં આવનાર હોવાનું દાતા પરિવારના દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.

5 days ago | [YT] | 1

Crime King News

માંડવીની આઠ સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં નવીન પ્રવેશ મેળવનારા ૧૦૧ વિદ્યાર્થીઓને બેંગ્લોર નિવાસી વતનપ્રેમી દાતાના સહયોગથી યુનિફોર્મ (ગણવેશ) લોકાર્પણનો જૈનનૂતન પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો

માંડવીની આઠ સરકારી પ્રાથમિક શાળામાં વાર્ષિક પરીક્ષામાં ધોરણ ૩ થી ૮ માં પ્રથમ નંબરે પાસ થનાર તેજસ્વી તારલાઓને સ્વ. શિક્ષિકાઓની સ્મૃતિમાં રોકડ પારિતોષિક પણ અપાયા

માંડવી, તા.૧૨-૦૬-૨૦૨૬

માંડવી શહેરની આઠ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકામાં નવીન પ્રવેશ મેળવનારા ૧૦૧ વિદ્યાર્થીઓને મૂળ માંડવીના પરંતુ હાલમાં બેંગ્લોર નિવાસી વતનપ્રેમી દાતાના સહયોગથી યુનિફોર્મ (ગણવેશ) લોકાર્પણનો એક શૈક્ષણિક કાર્યક્રમ ૯મી જૂનને મંગળવારના રોજ જૈનનૂતન પ્રાથમિક શાળા નં.-૩ માં યોજાયો હતો. યુનિફોર્મ (ગણવેશ)ના પ્રેરણાદાતા અને માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના નાણામંત્રી નિશાંતભાઈ સુરેશભાઈ શાહના પ્રમુખસ્થાને યોજાયેલા આ શૈક્ષણિક કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે માંડવી સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે માંડવી તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહ, મંત્રી દિલીપભાઈ જૈન, નગર સેવા સદનના કાઉન્સિલર અને જૈનનૂતન શાળાની એસ.એમ.સી.ના સભ્ય પારસભાઈ ભુજંગીભાઈ શાહ તથા કાઉન્સિલર મલયભાઈ લાલન અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહના અધ્યક્ષ નિશાંતભાઈ શાહ અને મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવીને કાર્યક્રમનો શુભારંભ થયો હતો. આ પ્રસંગે નિશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે, બેંગ્લોર નિવાસી વતનપ્રેમી દાતાના સહયોગથી અમને શહેરની ૮ સરકારી પ્રાથમિક શાળાના બાલવાટિકામાં ૧૦૧ વિદ્યાર્થીઓને યુનિફોર્મ (ગણવેશ) લોકાર્પણની તક મળી છે.

સ્વાગત પ્રવચનમાં જૈનનૂતન પ્રાથમિક શાળા નં.-૩ ના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ સૌને આવકારીને યુનિફોર્મના પ્રેરણાદાતા નિશાંતભાઈ શાહ અને દીપાબેન શાહને અભિનંદન પાઠવી, બેંગ્લોર નિવાસી વતનપ્રેમી દાતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રસંગ પરિચયમાં રાજ્ય/રાષ્ટ્રીય અને સમાજરત્ન વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ માંડવી શહેરની આઠ પ્રાથમિક શાળાના બાલવાટિકામાં નવીન પ્રવેશ મેળવનારા ૪૫ કુમાર અને ૫૬ કન્યા સહિત કુલ ૧૦૧ વિદ્યાર્થીઓને યુનિફોર્મ (ગણવેશ)નું લોકાર્પણ થયું છે, તે ખૂબ જ આનંદની વાત છે. તેમણે પ્રેરણાદાતા અને વતનપ્રેમી દાતાનો આભાર માન્યો હતો. જૈન અગ્રણી જયેશભાઈ જી. શાહે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી.

મંચસ્થ મહાનુભાવોના હસ્તે આઠેય શાળાના આચાર્યો નીલમબેન ગોહિલ, પુનિતભાઈ વાસાણી, વસંતભાઈ કોચરા, બળવંતસિંહ ઝાલા, જીતેશભાઈ કટુઆ, હિતેશભાઈ ગુંસાઈ અને વાલજીભાઈ ગઢવીને યુનિફોર્મ (ગણવેશ) અર્પણ કર્યા હતા.

માંડવીની જૈનનૂતન પ્રાથમિક શાળા નં.-૩ ના નિવૃત્ત શિક્ષિકા સ્વ. સુશીલાબેન હાથીભાઈ શાહ અને ગોકુલવાસ ગ્રુપ શાળાના નિવૃત્ત શિક્ષિકા સ્વ. વિમળાબેન હાથીભાઈ શાહની સ્મૃતિમાં દિલીપભાઈ જૈન તરફથી માંડવી શહેરની આઠ પ્રાથમિક શાળામાં વાર્ષિક પરીક્ષામાં ધોરણ ૩ થી ૮ માં પ્રથમ નંબરે પાસ થનારા તેજસ્વી તારલાઓને રોકડ પારિતોષિક મંચસ્થ મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે માંડવી નગર સેવા સદનના કાઉન્સિલર પારસભાઈ ભુજંગીભાઈ સંઘવી અને મલયભાઈ લાલનનું પ.પૂ. નરેશમુનિ "આનંદ" મ.સા. લીખિત પુસ્તક "વિહારનો વૈભવ ભાગ-૬" અર્પણ કરી શાલ ઓઢાળીને વિશિષ્ટ બહુમાન કરાયું હતું.

સમારોહના અધ્યક્ષ નિશાંતભાઈ શાહ મુખ્ય મહેમાન અશોકભાઈ શાહ અને અતિથિવિશેષ દિલીપભાઈ જૈનને "વિહારનો વૈભવ ભાગ-૬" પુસ્તક અર્પણ કરી શાલ ઓઢાળીને સન્માન કરાયું હતું.

અતિથિવિશેષ પદેથી પારસભાઈ સંઘવી અને મલયભાઈ શાહે સન્માન બદલ આભાર માની, પોતાના સાથ સહકારની ખાત્રી આપી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના રાજ્ય પારિતોષિક એવોર્ડ વિજેતા શ્રીમતી ભારતીબેન ગોરે કરેલ હતું જ્યારે શાળાના ઉપાચાર્ય અને માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના રાજ્ય પ્રતિનિધિ મનુભા જાડેજાએ આભારદર્શન કરેલ હતું.

1 week ago | [YT] | 2

Crime King News

માંડવીમાં રવિવારે વિશ્વશાંતિ માટે વાજતે-ગાજતે શાસ્ત્રીય સામાયિક કરાવવામાં આવશે
માંડવી, તા.૧૨-૦૬
જૈનાચાર્ય રશ્મિરત્ન સુરીશ્વરજી મ.સા. આદી ઠાણા-૫ ની પાવન નિશ્રામાં માંડવીના શીતલ-પાર્શ્વ જિનાલયમાં આવેલા કલાપ્રભસૂરી આરાધના ભવનમાં તા.૧૩-૦૬ ને રવિવારના વિશ્વશાંતિ માટે માંડવીના ઈતિહાસમાં પહેલી જ વાર વાજતે-ગાજતે શાસ્ત્રીય (જોટો-૨) સામાયિક પાંચેગચ્છના ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિમાં કરાવવામાં આવશે.

વિશ્વશાંતિ માટે પાંચ મુદ્રામાં નવકાર મહામંત્રનો ભાષ્ય જાપ પણ કરાનાર હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કચ્છ જિલ્લાના ભુજ, ગાંધીધામ, રાપર, આધોઈ, અંજાર અને મુન્દ્રામાં પણ જૈનાચાર્ય રશ્મીરત્ન સુરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં શાસ્ત્રીય સામાયિકનું અભૂતપૂર્વ આયોજન થયું હોવાનું દિનેશભાઈ શાહે યાદીમાં ઉમેર્યું હતું.
__________________________
*From:-* દિનેશ એમ. શાહ
પુર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર
તપગચ્છ જૈન સંઘ - માંડવી

1 week ago | [YT] | 0

Crime King News

૭૧ વર્ષના લાંબા સમય બાદ ખરતરગચ્છ જૈન સંઘને આચાર્ય ભગવંત મળશે
__________________________
*૧૬-૧૭-૧૮ જૂનના રાયપુર (છત્તીસગઢ)માં ત્રિ-દિવસીય આચાર્ય પદારોહણ મહોત્સવ યોજાશે*
__________________________
*માંડવી - ભુજ - અંજાર - ગાંધીધામ સહિત સમગ્ર ભારતના હજારો ગુરૂભક્તો ઐતિહાસિક મહોત્સવના સાક્ષી બનશે*
__________________________
*માંડવી, તા.૦૭-૦૬*
૭૧ વર્ષના લાંબા સમય બાદ ખરતરગચ્છ જૈન સંઘને આચાર્ય ભગવંત મળશે.
માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહ, આચાર્ય પદારોહણ સમિતિના મંત્રી લક્ષ્મીકાંતભાઈ પી. શાહ તથા સમિતિના જૈન અગ્રણી રીખવદાસજી (મુંબઈ) એ આચાર્ય પદારોહણ મહોત્સવની માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧૬-૧૭-૧૮ જૂનના ઈન્દોર સ્ટેડિયમ - બુઢાપારા - રાયપુર (છત્તીસગઢ)માં ત્રિ-દિવસીય આચાર્ય પદારોહણ મહોત્સવ યોજાશે. માંડવી - ભુજ - અંજાર - ગાંધીધામ સહિત સમગ્ર ભારતના હજારો ગુરૂભક્તો ઐતિહાસિક મહોત્સવના સાક્ષી બનશે.
ખરતરગચ્છ જૈન સંઘના મુંબઈના તારણહાર પ.પૂ. મોહનલાલજી મ.સા. સમુદાયના પ.પૂ. જયાનંદમુનિ મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. ગણાધિશ પંન્યાસ પ્રવર કુશલમુનિજી મ.સા. ખરતરગચ્છ જૈન સંઘના આચાર્ય ભગવંત બનશે.
પ.પૂ. કુશલમુનિ મ.સા.નો પરિચય જોઈએ તો પૂજ્યશ્રી જયપુરના સદાચારિ પુત્ર છે. તપસ્વી જીવનના ૫૦ ગૌરવશાળી વર્ષો પૂર્ણ કર્યા છે. ગુરૂના ચરણોમાં સમર્પિત છે. પૂજ્યશ્રી શાંત, સરળ અને હસતા વ્યક્તિત્વના છે. પૂજ્યશ્રી વિવાદોથી દૂર છે. પ્રેમ અને સંદેશા વ્યવહારના સેતુ છે. સંઘ અને શાસનની ઉન્નતિ જ કુશલમુનિનો એક માત્ર મંત્ર છે.
રાયપુર (છત્તીસગઢ)માં ઉજવાનારા આ ઐતિહાસિક ફક્ત એક માત્ર કાર્યક્રમ નથી પરંતુ તપ - જ્ઞાન અને ભક્તિનો અદભુત સંગમ છે.
રાયપુર (છત્તીસગઢ)માં પ્રથમ જ વખત ભવ્યાતીભવ્ય આચાર્ય પદારોહણ મહોત્સવ નિમિત્તે કચ્છ જિલ્લા સહિત સમગ્ર ભારત દેશમાં ખરતરગચ્છ જૈન સંઘમાં આનંદ મંગલ પ્રવર્તી રહ્યો હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
__________________________
*From:-* દિનેશ એમ. શાહ
માંડવી - કચ્છ

1 week ago | [YT] | 1

Crime King News

માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ૩૪માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ૧૪મી જૂનને શનિવારના રોજ અબડાસા તાલુકાના કોઠારા ગામે કમરના મણકા (સ્પાઈન) અને સાઈટીકા સંબંધી તકલીફો માટે નિઃશુલ્ક નિદાન અને સારવારનો કેમ્પ યોજાશે

કેમ્પમાં જે દર્દીઓને ડોક્ટરના માર્ગદર્શન પ્રમાણે ઓપરેશનની જરૂર હશે તેને માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા મુંબઈના પ્રખ્યાત સ્પાઈન સર્જન ડો.અભય નેને ઓપરેશનની નિઃશુલ્ક કરી અપાશે

આ નિઃશુલ્ક કેમ્પમાં દવા પણ નિઃશુલ્ક આપવામાં આવશે

માંડવી, તા.૧૦-૦૬
માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર - માંડવીના ૩૪માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે તા.૧૩-૦૬-૨૦૨૬ ને શનિવારના રોજ બપોરના ૩ થી ૬ વાગ્યા દરમ્યાન, કોઠારા (તા.અબડાસા)ના સાર્વજનિક દવાખાનામાં કમરના મણકા (સ્પાઈન) અને સાઈટીકા સંબંધિત તકલીફો માટે નિઃશુલ્ક નિદાન અને સારવારનો કેમ્પ યોજાશે.
માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ચેરમેન કિરણભાઈ સંઘવી અને સંસ્થાના ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે આ નિઃશુલ્ક કેમ્પની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ કેમ્પમાં જે દર્દીઓને ડોક્ટરના માર્ગદર્શન પ્રમાણે ઓપરેશનની જરૂર હશે તેને માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા મુંબઈના પ્રખ્યાત સ્પાઈન સર્જન ડો.અભય નેને ઓપરેશન નિઃશુલ્ક કરી અપાશે. આ કેમ્પમાં દવા પણ નિઃશુલ્ક આપવામાં આવશે. આ કેમ્પમાં હાડકાના સર્જન ડો.અંકિત મૌર્ય અને મેડિકલ ઓફિસર ડો.રવિ ગોસ્વામી દર્દીઓને તપાસીને નિદાન કરીને યોગ્ય માર્ગદર્શન આપશે.
સતત કમરમાં દુખાવો, કમરથી પગમાં વીજળી જેવો દુખાવો ઉતરતો હોય, પગમાં ઝણઝણાટી કે સુવાપણું હોય, લાંબા સમય સુધી ઉભા રહેવામાં કે ચાલવામાં તકલીફ હોય, ગરદનમાં દુખાવો હોય, ગરદનથી હાથ સુધીનો દુખાવો કે ઝણઝણાટી હોય, ગાદી સરકવાની તકલીફ હોય, સાઈટીકા હોય, સ્પાઈનલ કેનાલ સાંકળી થવી, કમરના મણકામાં ઘસારો હોય તથા કમર વાંકી થવી અથવા કરોડરજ્જુની તકલીફ હોય તેવા દર્દીઓએ કેમ્પમાં ખાસ આવવું જરૂરી છે. આ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટર દ્વારા તપાસ, સ્પાઈન સંબંધીત રોગોનું માર્ગદર્શન, ઓપરેશન જરૂરી હોય તો નિષ્ણાંત ડોક્ટરોની સલાહ, યોગ્ય દર્દીઓ માટે નિઃશુલ્ક સ્પાઈન સર્જરીની સુવિધા મળશે.
__________________________
*From:-* દિનેશ એમ. શાહ
ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર
જનકલ્યાણ મેડિકલ સોસાયટી - માંડવી

1 week ago | [YT] | 1

Crime King News

સોનાનાં ભાવમાં 30,000 નો વધારો

ચાલુ વર્ષે સોનાના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં 24 કેરેટ સોનાની કિંમત આશરે 1.30 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે હવે વધીને 1.60 લાખ રૂપિયા થઈ ગઈ છે.

આમ, છેલ્લા 5 મહિનામાં સોનાના ભાવમાં આશરે 30 હજાર રૂપિયાનો ધરખમ વધારો નોંધાયો છે.

આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 1.45 લાખ રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 1.59 લાખ રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે.

4 weeks ago | [YT] | 0

Crime King News

મંજૂરી વગરના ડોક્ટરોએ કરી 76 સર્જરી

જુનાગઢથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શહેરની જાણીતી કે.જે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીઓના જીવ સાથેના ચેડાંને લઈને વિવાદમાં આવી છે. હોસ્પિટલ દ્વારા મંજૂરી વગરના અને ગુજરાત મેડિકલ રજીસ્ટ્રેશન પણ ન ધરાવતા તબીબે કુલ 76 ઓપરેશન કર્યા છે. નિયમો અનુસાર એક દિવસમાં એક ઓપરેશન થઇ શકે પણ અહીંયા એક જ દિવસમાં 3 થી વધુ ઘૂંટણના રિપ્લેસમેન્ટ ઓપરેશન કરી કાયદાના ધજાગરા ઉડાવ્યા હતા.

1 month ago | [YT] | 0

Crime King News

આવતીકાલથી કેજરીવાલ ગુજરાતના પ્રવાસે

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 24 મે, રવિવારથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે. આ ત્રણ દિવસ દરમિયાન, કેજરીવાલ 25 મેના રોજ રાજપીપળામાં રોડ શો કરશે. 24 અને 26 તારીખે, તેઓ AAPના અધિકારીઓ સાથે મુલાકાત કરશે અને પાર્ટીની ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરશે. બેઠક દરમિયાન, પક્ષના વધતા સમર્થન આધાર અને કાર્યકરો અંગે ગંભીર અને વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

1 month ago | [YT] | 0

Crime King News

40,000 લોકોને ઘર ખાલી કરવા આદેશ

USAના કેલિફોર્નિયામાં ઝેરી કેમિકલથી ભરેલી એક ઓવરહીટ ટાંકીએ મોટો ખતરો ઉભો કર્યો છે. ઓરેન્જ કાઉન્ટીમાં લગભગ 40,000 લોકોને ઘર ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. વધુમાં કર્મચારીઓને ભય છે કે આ ટાંકી કોઈ પણ સમયે બ્લાસ્ટ થઇ શકે છે અથવા ઝેરી ગેસ લીક થઇ શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો ટાંકી બ્લાસ્ટ થાય છે તો શ્વાસ લેવામાં તકલીફ, ફેફસામાં બળતરા, ચક્કર અને ઉલ્ટી જેવી ગંભીર સમસ્યાઓ થઇ શકે છે.

1 month ago | [YT] | 0

Crime King News

અમદાવાદમાં આવતીકાલે પાણી કાપ!

૫.અમદાવાદના અનેક વિસ્તારોમાં આવતીકાલે પાણી કાપ રહેશે. જાસપુર પ્લાન્ટની લાઈનમાં લીકેજ થતા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને કારણે જોધપુર વોર્ડના પ્રહલાદનગર, શ્રદ્ધા, પ્રમુખ, ગોકુલ આવાસ, સારાભાઈ વિસ્તાર તેમજ વેજલપુર વોર્ડના ગામતળ, શૈવાલી, સાલપરા, સૂર્યનગર, બળદેવનગર અને દેવાસ વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન હેઠળ આવતા તમામ વિસ્તારોમાં પાણીની અછત અથવા આંશિક કાપ જોવા મળી શકે છે.

1 month ago | [YT] | 1