DD News Gujarati

ભગવાન જગન્નાથજીની 149 મી ભવ્ય રથયાત્રાનો મહોત્સવ

પવિત્ર રથયાત્રા મહોત્સવની કાર્યક્રમ રૂપરેખા

🗓️ `4 જુલાઈ: નેત્રોત્સવ પૂજન અને ધ્વજારોહણ
🗓️ 15 જુલાઈ: સોનાવેશ શણગાર અને રથ પ્રતિષ્ઠા
🗓️ 16 જુલાઈ: સવારે 7 કલાકે રથયાત્રાનો પ્રારંભ

ભગવાન જગન્નાથજીના આંગણે દર્શનનો લાભ લેવા સૌ ભક્તોને ભાવભીનું આમંત્રણ. જય જગન્નાથ

#JagannathRathYatra #RathYatra2026 #JayJagannath #ReligiousFestival #GujaratEvents

1 day ago | [YT] | 28

DD News Gujarati

🔸પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીગ્રામ-પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન (04112/04111) માં 13 વધારાના ફેરાનો નિર્ણય લેવાયો

#WesternRailway #IndianRailways #SpecialTrain
#TrainUpdate #Railway #Gandhigram #Prayagraj
#TravelUpdate

1 day ago | [YT] | 11

DD News Gujarati

🔸વરસાદના દરેક ટીપાને બચાવીએ, જળ સમૃદ્ધ ગુજરાત અને જળ સુરક્ષિત ભારતના નિર્માણમાં સહભાગી બનીએ

🔸કેન્દ્ર સરકારના ‘કેચ ધ રેઇન’ (Catch the Rain) અભિયાનનો મુખ્ય મંત્ર છે - “વરસાદ જ્યાં પડે છે ત્યાં જ અને જ્યારે પડે ત્યારે જ તેનું સંચય કરવું.”

🔸આવો, જળ સંરક્ષણને આપણા જીવનનો હિસ્સો બનાવીએ અને આવનારી પેઢી માટે જળ સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરીએ

#CatchTheRain #JalShakti #SaveWater #WaterConservation #Gujarat #ViksitBharat #RainWaterHarvesting

1 day ago | [YT] | 13

DD News Gujarati

એકતા, સમાનતા અને માનવતાના પ્રતિક -સંત કબીર સાહેબને કોટિ કોટિ વંદન !🙏
સંત ગુરુ કબીર જયંતિ નિમિત્તે, આપણે તેમના શાશ્વત ઉપદેશોને યાદ કરીએ છીએ. જે આપણને એકતા, સમાનતા અને માનવતાના માર્ગ પર માર્ગદર્શન આપે છે.
કબીરના દોહા માત્ર પંક્તિઓ નથી, પરંતુ જીવન માટેના ગહન પાઠ છે. સમયનું મૂલ્ય, આત્મ-ચિંતન, ગુરુ પ્રત્યેનો આદર અને મીઠા શબ્દોની તાકાત વિશેના તેમના સંદેશા આજે પણ એટલા જ પ્રસ્તુત છે જેટલા સદીઓ પહેલાં હતા, જે આવનારી પેઢીઓને સમજદારી અને કરુણાપૂર્ણ જીવન જીવવા માટે પ્રેરણા આપે છે.

#SantGuruKabirJayanti2026 #KabirJayanti #KabirVani

2 weeks ago | [YT] | 31

DD News Gujarati

25 જૂન 1975

🔹ભારતીય લોકશાહીના ઈતિહાસનો કાળો અધ્યાય છે, દેશ પર કટોકટી થોપી દેવામાં આવી હતી
🔹લોકશાહીનો અવાજ દબાવી દેવામાં આવ્યો, વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા, પ્રેસની સ્વતંત્રતા પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન થયું
🔹આજે 'સંવિધાન હત્યા દિવસ' પર એ તમામ લોકશાહી સેનાનીઓને નમન, જેમણે લોકશાહી મૂલ્યો અને બંધારણની રક્ષા માટે સંઘર્ષ કર્યો

#SamvidhanHatyaDiwas #Emergency1975 #IndianDemocracy #DarkDaysOfEmergency #IndianHistory

2 weeks ago | [YT] | 12

DD News Gujarati

હવામાન વિભાગે આગામી દિવસો માટે શું આગાહી કરી છે?

#GujaratWeatherForecast #weatherforecast #WeatherUpdate #MonsoonUpdate #Monsoon2026 #GujaratWeather

2 weeks ago | [YT] | 15

DD News Gujarati

🔸ઈરાનમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેહરાનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે એક નવી એડવાઈઝરી જારી કરી
🔸નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે જો ખૂબ જરૂરી ન હોય તો મુસાફરી કરવાનું ટાળવું. આ ઉપરાંત, જે લોકો હાલ ઈરાનમાં છે તેમને સતર્ક રહેવા, સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા અને દૂતાવાસમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા માટે જણાવવામાં આવ્યું છે
🔸ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અપડેટ્સ અને આગળની એડવાઈઝરી માટે દૂતાવાસની સત્તાવાર વેબસાઈટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખે

➡️ઈમરજન્સી હેલ્પલાઈન નંબર:
+98 91 28 10 91 15
+98 91 28 10 91 09
+98 91 28 10 91 02
+98 99 32 17 93 59

➡️ઈમેલ: cons.tehran@mea.gov.in

#IndianEmbassy #Tehran #Iran #TravelAdvisory

2 weeks ago | [YT] | 5

DD News Gujarati

▶️પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2026 માટે નામાંકન શરૂ

▶️કલા, સંસ્કૃતિ સહિત 6 કેટેગરીમાં અસાધારણ કામ કરનાર બાળકો માટે નોમિનેશન આમંત્રિત કરવામાં આવે છે

▶️પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે નામાંકન પાત્રતા

🔸ભારતના નાગરિક અને ભારતમાં રહેતા હોવા જોઈએ

🔸5 થી 18 વર્ષની વયના હોવા જોઈએ (31 જુલાઈ, 2026 સુધીમાં)

🔸તેમણે અગાઉ કોઈપણ શ્રેણીમાં આ પુરસ્કાર મેળવ્યો ન હોવો જોઈએ

🔸કાર્ય, ઘટના અથવા સિદ્ધિ નામાંકનની અંતિમ તારીખ (31 જુલાઈ, 2026) ના છેલ્લા બે વર્ષમાં થઈ હોવી જોઈએ.

🔸આ પુરસ્કાર મરણોત્તર આપવામાં આવતો નથી, પરંતુ અમુક ખાસ કિસ્સાઓમાં અપવાદો હોઈ શકે છે.

▶️અરજીની છેલ્લી તારીખ: 31 જુલાઈ 2026

▶️નોમિનેશન માટે વિઝિટ કરો: awards.gov.in/

#PMRBP2026 #PradhanMantriRashtriyaBalPuraskar

2 weeks ago | [YT] | 5

DD News Gujarati

🔸રાજ્ય જી.એસ.ટી. વિભાગે રૂપિયા 128 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરી જામનગરના પિતા-પુત્રની ધરપકડ કરી

🔸વિભાગે મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુજરાતના વિવિધ શહેરોમાં 22 પેઢીઓ પર સર્ચ દરમિયાન ₹૨૩.૦૮ કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઝડપાઈ

🔸GST કાયદાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરાઈ

🔸GST વિભાગે નાગરિકોને પોતાના દસ્તાવેજો સુરક્ષિત રાખવા અપીલ કરી

#GST #Gujarat

2 weeks ago | [YT] | 8

DD News Gujarati

🔸મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધ્યા બાદ ગુજરાતમાં પણ 26 જૂનની આસપાસ ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી શક્યતા

🔸આજે વડોદરા, સુરત, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી

🔸જ્યારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢમાં હળવા ઝાપટાની સંભાવના

#Gujarat #Weather

2 weeks ago | [YT] | 9