Shital's Educational Channel

Pls Subscribe my channel & support me
Your one Subscribe gives me big motivation ❤️
On this channel you’ll get: ✔️ Useful information
✔️ Creative ideas
✔️ Easy explanations
✔️ Learning easy tricks
👉 Subscribe and be part of our growing community.Your support motivates me to create more amazing videos🙏


Shital's Educational Channel

MathsPuzzle & TrickyQuestions

1 month ago | [YT] | 5

Shital's Educational Channel

વાંચો,વિચારો અને જવાબ આપો....

1 month ago | [YT] | 4

Shital's Educational Channel

પૂઠાંમાંથી બનાવેલ આ અક્ષયપાત્રમાં ચણ અથવા દાણા મૂકીને પંખીઓને ખવડાવી શકાય છે.
આ પાત્ર સરળ, હળવું છે.બાળકો દ્વારા પૂઠાંમાંથી બનાવાયેલ પંખીનો માળો અને ચણ માટેનું અક્ષયપાત્ર એક સર્જનાત્મક અને પર્યાવરણમૈત્રી પ્રવૃત્તિ છે. નકામી વસ્તુઓનો સદુપયોગ કરીને બાળકો પંખીઓ માટે આશ્રય અને ખોરાકની વ્યવસ્થા કરે છે. આ પ્રવૃત્તિથી બાળકોમાં જવાબદારી, દયા અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વિકસે છે.

3 months ago | [YT] | 26

Shital's Educational Channel

પરમાત્માનું પ્રસંશનીય પ્રયોજન — એ એટલે મા,
પ્રેમનો પર્યાય અને વ્હાલનો વરસાદ — એ એટલે મા.
ચિંતા નો ચિતાર, કાળજી નો કરાર,
લાગણી ની લીલાશ અને અંતરનો ઉજાસ — એ એટલે મા.
કેળવણી થી કળાયેલો કોષ, પ્રભુનું અપ્રતિમ સર્જન,
ધૈર્ય નો ધારદાર દાખલો — એ એટલે મા.
ઉતાવળ અને ઉચાટ નું ઉદાહરણ,
ઉપકારથી ભરેલું ઉપવન — એ એટલે મા.
અકલ્પનીય કલ્પનાનું અસ્તિત્વ,
અવર્ણનીય પ્રયાસોનું પરિસર — એ એટલે મા.
અગણિત ગુણોનો ભંડાર,
સંતાનનું પારદર્શક પ્રતિબિંબ — એ એટલે મા.
અનુકંપાની અનુપમ અભિવ્યક્તિ,
એક અતુલ્ય લાગણીનો સંબંધ — એ એટલે મા...

Shital Christi (શ્રેસુ)

3 months ago | [YT] | 11

Shital's Educational Channel

એક નાની પેન્સિલ....

એક નાની પેન્સિલ આપણને ઘણુંબધુ શીખવે છે......
પેન્સિલની એક ખાસ વાત એ છે કે તે ભૂલ થાય ત્યારે(ઇરેસર)રબર થીભૂલ સુધારી શકાય છે. આ આપણને શીખવે છે કે જીવનમાં ભૂલ થવી ખરાબ નથી, પણ પોતાની ભૂલ સ્વીકારીને તેને સુધારવી એમાં મહાનતા છે...
પેન્સિલ આપણે જે લખીએ તે બહાર દેખાડે છે, પણ તેની સાચી કદર તેની અંદર રહેલા ગ્રેફાઇટને કારણે છે. એ જ રીતે માણસની સાચી ઓળખ બહારના દેખાવથી નહીં, પણ તેના અંદરના સારા ગુણોથી થાય છે.
પેન્સિલ હંમેશાં બીજા માટે કામમાં આવે છે. તે પોતાના માટે કંઇ લખતી નથી, પરંતુ બીજાને લખવામાં મદદ કરે છે. આ આપણને સેવાભાવ, સહકાર અને પરોપકારનું અને બીજાને મદદરૂપ થવાની ભાવનાનું મહત્વ સમજાવે છે....
જો આપણે પેન્સિલ જેવા બની જઈએ
મહેનતથી ન ઘબરાઇએ,
ભૂલ સુધારતા શીખીએ,
(સ્વ)અંદરની કિંમત ઓળખીએ
અને બીજાને મદદ કરીએ
તો ચોક્કસ જ આપણું જીવન પણ સોનેરી અક્ષરોમાં લખાઇ જશે.
છેલ્લે એટલું જ કહીશ કે
પેન્સિલ નાની છે /
પણ તેનો સંદેશો ખૂબ મોટો છે.
(શિક્ષકજયોત ફેબ્રુઆરી -26)


- Shital Christi"શ્રેસુ"
વટાદરાકન્યાશાળા

4 months ago | [YT] | 16

Shital's Educational Channel

Educational innovation fair 2026...

4 months ago | [YT] | 26

Shital's Educational Channel

પતંગ 🪁
પતંગ એટલે આકાશમાં ઉડતું રંગબેરંગી સ્વપ્ન...

5 months ago | [YT] | 13

Shital's Educational Channel

ગુજરાત સારસ્વત સન્માન સ્નેહમિલન સમારોહ 2026
જ્યાં જ્ઞાન, સર્જન અને સેવા એક મંચ પર એકરૂપ બની સમાજને નવી દિશા આપે છે,
અને વિદ્વાનો–સર્જકોના સન્માન સાથે સંસ્કૃતિની સુવાસ સૌના હૃદય સુધી પહોંચે છે 🌿💐

5 months ago | [YT] | 22

Shital's Educational Channel

🌟 સર્જનાત્મકતા અને “બેસ્ટ ફ્રોમ વેસ્ટ” પ્રવૃતિ 🌟
સર્જનાત્મકતા એ માનવની એવી અનોખી શક્તિ છે, જે સામાન્ય વસ્તુઓમાંથી અસામાન્ય વિચાર જન્માવે છે. જે વસ્તુઓને આપણે બેકાર ગણીએ છીએ, એ જ વસ્તુઓ જ્યારે વિચારશીલતા અને કલ્પનાશક્તિ સાથે જોડાય છે, ત્યારે તે “બેસ્ટ ફ્રોમ વેસ્ટ” બની જાય છે.

5 months ago (edited) | [YT] | 25

Shital's Educational Channel

જીવન એટલે ???

5 months ago | [YT] | 17