i want to share just one line and it is ''we are the average of the five people we spend the most time with''
Swadhyay means Self Study
if u want to improve self do self-study(swadhyay)
⦿ Welcome To Swadhyay Parivar :
▶ Follow Us:
➥ Blog: www.swadhyay.online
➥ Facebook Page: www.facebook.com/studyoftheself
➥ twitter: twitter.com/SwadhyayE
➥ instagram: www.instagram.com/swadhyay_studyoftheself
➥ Pinterest: in.pinterest.com/swadhyayonline/
➥ Youtube: youtube.com/c/SwadhyayParivarindia
➥ Join Our Private Facebook Group: www.facebook.com/groups/www.swadhyay.online/
(સ્વાધ્યાય પરિવાર-પાંડુરંગ શાસ્ત્રી આઠવલે-Swadhyay Parivar Group)
#swadhyaypariwar #manushaygauravdin
✉ Contact us on Gmail: swadhyay.online@gmail.com
ⓦ Website : www.swadhyay.online
Swadhyay Parivar
આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ (15 May, 2022 - International Day of Families) | Swadhyay Parivar
આજે વિશ્વ પરિવાર દિવસ
સમગ્ર વિશ્વને પરીવાર ભાવનાનો દ્રષ્ટિકોણ આપનાર મહાપુરુષ એટલે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે...
પરિવાર જ સૃષ્ટિનો પાયો છે. પરિવાર વગર માણસની કલ્પના પણ અધૂરી છે. દુનિયા હાલ જે કોરોના કાળમાંથી પસાર થઈ રહી છે એવામાં પરિવારનું મહત્વ વધી જાય છે. આજે એટલે કે ૧૫ મે નો દિવસ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ (International Day of Families) તરીકે મનાવવામાં આવે છે. સમાજની પરિકલ્પના પરિવાર વગર અધૂરી છે અને પરિવાર બનાવવા માટે લોકોએ હળીમળીને રહેવું ખુબ જરૂરી છે
લાખો લોકોના જીવનમાં ચેતના આપનાર, હજારો લોકોની જિંદગીને નવી દિશા આપનાર ,દરેક કાર્ય પછી તે ખેતી હોય,માછીમારીનો ધંધો હોય ,નોકરી કે બીઝનેસ હોય તેના મૂળમાં ભક્તિ અને પરિવાર ભાવનાના બીજ રોપાયેલ છે.વસુધૈવ કુટુંબકમની વૈશ્વિક પરિવાર ભાવના ઉભી કરનાર મહાપુરુષ એટલે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (પૂ .દાદાજી).૧૯૨૦ માં મહારાષ્ટ્રના રોહા ગામે જન્મેલા આ મહામાનવે પરિવાર ભાવના કઈ રીતે ઉભી કરી ? શા માટે તે જરૂરી છે?..તે તેમણે ચૈતન્ય પુસ્તકમાં ખૂબ સુંદર રીતે સમજાવેલ છે.
અનેક લોકો સાથે મળીને કાર્ય કરે એટલે કાર્ય વિષેના નિયમો આવે. તે લોકો વચ્ચેના સંબંધો અને જવાબદારીઓનો પ્રશ્ન પણ આવે. સામાન્ય રીતે લોકાભિમુખ પ્રવૃત્તિ કરનારાઓ કાર્ય કરવા માટે સંસ્થાનું માળખું સ્વીકારે અને તે પ્રમાણે પદાધિકારીઓ ચૂંટીને કાર્ય કરે.
પણ ભક્તિની દૃષ્ટિથી અને દૈવી ભાઇચારાની વૃત્તિથી આત્મવિકાસાર્થે પ્રભુકાર્ય કરનારાઓ માટે કોઇ સંસ્થાનું માળખું બંધબેસતું ન હોઇ પૂજ્ય દાદાએ સ્વાધ્યાયીઓનો પરિવાર નિર્માણ કર્યાં.
સ્વાધ્યાય પરિવાર એ સામાન્ય કે (Formal) ઔપચારિક સંસ્થા નથી. સામાન્યત: પહેલાં સંસ્થા ઊભી કરવામાં આવે અને પછી કાર્ય શરૂ થાય. સ્વાધ્યાય કાર્ય પહેલાં શરૂ થયું અને પછી માળખાની વાત આવી. પરિવાર એ તત્ત્વતઃ અનૌપચારિક (informal) છે. તેમાં સંસ્થાની જેમ સભ્યપદ કે ફીની વાત હોય નહીં. કોઇએ સભ્ય થવા ધારાધોરણનો સ્વીકાર કરીને અરજીપત્ર ભરવાનું ન હોય કે રાજીનામું આપવાનો સવાલ ન હોય, તેમાં કંઠી, માળા કે મંત્ર આપીને કોઇને પોતાનો કરી લેવાનો કે શપથ કે પ્રતિજ્ઞા લેવડાવીને બાંધી લેવાનો પ્રયત્ન નથી. બંધનથી બાંધી લેવાનો કે પ્રલોભનથી આકર્ષવાનો તેમાં પ્રશ્ન નથી. સ્વાધ્યાયના વિચારો બુદ્ધિથી સ્વીકારીને જે વ્યક્તિ સતત કાર્યરત છે અને કૃતિભક્તિને સમજણપૂર્વક જીવનમાં લાવે છે, તે વ્યક્તિ પરિવારની આમ વિચારોના ફલક ઉપર અને ભક્તિની બેઠક ઉપર આધારિત આ સ્વાધ્યાય પરિવાર છે.
પૂજ્ય દાદા કહે છે કે “આ કાર્ય પ્રભુનું છે. તેથી ભગવાન! તને જે માણસ જોઇતો હશે તેને તું મોકલશે અને ન જોઇતો હશે તેને તું આઘો રાખશે." અહીં કોઇ બંધન કે પ્રલોભન નથી છતાં લોકો આવે છે અને દૈવી ભાઇચારાથી કાર્ય કરે છે. તે જોતાં એમ નથી લાગતું કે જો ભગવાનની ઇચ્છા સિવાય લોકોને ખેંચીને લાવવાનો પ્રયત્ન થયો હોત તો આટલા લોકો પારિવારિક ભાવનાથી કાર્ય કરી શકત? પૂજ્ય દાદા કહે છે કે વ્યક્તિ ભક્તિભાવે પરિવારમાં ભલે સામેલ થાય, પણ તે સિધ્ધાંત સમજીને અને પોતાના મનથી આવે. પૂજ્ય દાદા વધુમાં કહે છે કે ત્રણ પેઢી ટકે તેવું કામ કરવું હોય તો હજારો લોકો જોઇએ, કારણ વૈયક્તિક હૂંફ (Personal touch) થી કામ કરવાનું છે. આવા હજારો લોકોને એક સાથે રાખવાના હોય તો પરિવારના પ્રેમ અને સંબંધ સિવાય તે શક્ય નથી.
સ્વાધ્યાય પરિવારમાં એકતા લોહી બનાવનાર (ભગવાન)ના સંબંધથી છે. અહીં આત્મશાસન કે અનુશાસન છે. નાના મોટાનો ભેદ નથી, ખરા ખોટાનો ભેદ જરૂર છે. પરિવાર ભાવનાથી કામ કરતા હોય છે તેથી આ ભાવનાથી ભેગા થયેલા કૃતિશીલોએ ભક્તિફેરીમાં કે અન્ય કાર્યમાં સાથે કામ કરવા, જે મળે તે ભાઇ સમજવાનો હોય છે, જે મળે તે ગામ સ્વીકારવાના હોય છે, વિકલ્પનો સવાલ જ નથી રહેતો.
ઘણા મોટા વિચારકો અને તત્ત્વવેત્તાઓ સંસ્થાના નિર્માણની વિરુદ્ધ છે. તેઓનું કહેવું છે કે સંસ્થા આવી કે કાર્ય ઉત્સાહ (initiative) અને સ્વમાન (self-respect) રહેતાં નથી, વિચારનું સ્વાતંત્ર્ય રહેતું નથી, કરવાની શક્તિ (creativity) ચાલી જાય છે. સંસ્થાના નીતિ-નિયમોને આધીન થઇ મન મારીને માણસને કામ કરવું પડે છે. વ્યક્તિને કિંમત જતી રહે છે અને તે એક યંત્રના નાના ભાગ તરીકે સંસ્થામાં નગણ્ય ગણાતો કામ કરતો રહે છે. વળી સામાન્ય માનવીને પોતાનો અહમ્ સંસ્થાના અનેક લોકોના સમૂહમાં ઓગાળવો શક્ય નથી. તેવી જ રીતે આત્મવિકાસની ઝંખના રાખતો માણસ સંસ્થા દ્વારા લોકસંગ્રહ કરી શકતો નથી.
કેટલાક અંતિમવાદી એમ પણ માને છે કે કોઇપણ સંસ્થાના કામમાં જોશ અને જોમ લાવવું હોય તો તેની પાસે કોઇક વ્યક્તિ, સંસ્થા, વિચાર ને માટે ધિક્કાર કે દ્વેષની લાગણી હોવી જોઇએ.
સ્વાધ્યાય પરિવારમાં સ્વેચ્છાએ અને આંતરવિકાસને માટે વ્યક્તિ આવે છે. તેને કોઇ પ્રકારે બાંધવાનો પ્રશ્ન નથી. બધાની સાથે ખભેખભા મિલાવી એક બાપના દીકરા તરીકે કામ
કરનારને તેનું સ્વમાન કે સ્વતંત્રતા હણાતા નથી. ને સ્વેચ્છાએ કાર્યમાં જોડાય છે. તેની કર્તૃત્વશક્તિ કુંઠિત થતી નથી, બલ્કે ખીલે છે. પ્રેમ અને સમજણથી કામ થાય છે. નિયમોના જડ બંધનમાં તે બંધાઇ ગયો નથી. તે પોતે આંતરસૂઝથી કામ કરે છે. તે જે કંઈ કરે છે તેમાં તેને આનંદ મળે છે. પોતાના આત્મવિકાસની તક માને છે. પ્રેમ પર આધારિત પ્રભુ-કાર્ય છે તેથી તેને કાર્યની પ્રેરણા માટે કોઇનો ધિક્કાર કરવાની જરૂર રહેતી નથી.
પ્રચંડ કાર્ય કરતા અનેક લોકો ભેગા મળે એટલે નિયમો તો આવે. પણ તે નિયમો માણસને બાંધી દેવા માટે નહીં, પણ એકસૂત્રતા જાળવવા માટે હોય છે. નિયમપાલન થાય છે તોયે પરિવારભાવનાને તેમાં આંચ નથી. લાખો લોકોની હાજરીનું તીર્થરામિલન યશસ્વી થયું તે પરિવારભાવનાને કારણે જ. હજારો લોકો સ્વેચ્છાએ કાર્ય કરવા માટે મહિના ઓ પહેલાં ત્યાં જઇ પહોંચ્યા. એટલું જ નહીં. લાખો રૂપિયાનું કાપડ અમને પ્રસાદ તરીકે જોઇએ છે, એમ કહીને અંદરોઅંદર કિંમત આપી વહેંચી લીધું તે પરિવારભાવના વગર ક્યાંથી કરવાનું મન થાય?
વ્યાપક કામ થતું હોય ત્યારે કોઇ એક એમ કહે કે મારો જ મત સાચો છે, તો તેને અહંકાર કહેવાય. મતો જુદા જુદા હોઇ શકે. ખુલ્લા દિલથી તેની ચર્ચા થાય. પણ અંતે નિર્ણય તો એક જ હોય. નિર્ણય કર્યા પછી તે સૌનો કહેવાય .એજ ખરૂં પરિવાર ભાવનાનું લક્ષણ છે. જેવો હું છું, તેવો મારો સ્વીકાર પરિવારે કર્યો છે, મારામાં રહેલી સદ્ભાવના પર વિશ્વાસ રાખ્યો છે. તો કાર્ય કરતી વખતે હું પ્રેમથી, સન્નિષ્ઠાથી અને બધા માટે આદરભાવ રાખીને કાર્ય કરું, પ્રસંગ આવે મારો મત પ્રદર્શિત કરૂં, ચર્ચા-વિચારણામાં ભાગ લઉં અને જે નિર્ણય લેવામાં આવે, તે હું સ્વીકારૂં. આવી કુટુંબમાં હોય તેવી વિશાલ-હૃદયતા સ્વાધ્યાય-પરિવારમાં છે.
કાર્ય એક સરખું કરવું હોય, લાંબા સમય સુધી ટકે તેવું કરવું હોય, તેને એકસૂત્રતાથી બાંધવું હોય તો વિવિધ સ્થળ, પરિસ્થિતિ, પ્રકાર વગેરે ધ્યાનમાં લઇને સમગ્ર કાર્યને માટે ઉપકારક હોય, તેવો
નિર્ણય લેવાનો હોય છે. આમા કોઇકવાર નિર્ણયો મોડા થતા દેખાય, પણ સમગ્ર કાર્યના વિચારમાં તે આવશ્યક હોય છે. આવા નિર્ણય પછી પ્રત્યેક વ્યક્તિ જે ઉત્સાહથી કાર્ય કરે છે. તે પારિવારિક ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
પરિવાર ભાવનામાં આત્મીયતા હોય છે. તેથી કાર્યકર્તાને કામ પોતાનું લાગે છે. પૂજ્ય દાદાની પાઠશાળા વિદ્યાપીઠ અને કાર્ય માટે તે મારી પાઠશાળા, મારી વિદ્યાપીઠ અને મારૂ કાર્ય કે આપણી પાઠશાળા, આપણી વિદ્યાપીઠ અને અમારૂ કાર્ય’ આવા શબ્દપ્રયોગો સહજ ભાવે સામાન્ય કાર્યકર્તાપણ વાપરે છે. પૂજ્ય દાદાની પરિવાર-ભાવના નિર્માણ કરવાની સફળતાનું આ ઘોતક નથી?
આમ, પરિવાર-ભાવનાથી આટલું મોટું કાર્ય પૂજ્ય દાદા સ્વાધ્યાયીઓ પાસે કરાવે છે. તે તેમની ઇશનિષ્ઠા, અનાગ્રહી કે નિર્મમ વૃત્તિની કમાલ જ છે. દુનિયામાં આવી રીતે આટલું મોટું કાર્ય ક્યાંય પરિવારભાવનાથી થતું જાણ્યું નથી.
તમે તડકો બનીને હૂફ આપી કદિક,
કદિક ઝાડ જેવું થઈને રે છાયો આપ્યો
ને પછી કહેવું પડયું કે હવે તારો
પ્રભાવ મારી નસનસમાં લોહી બની વ્યાપ્યો વ્યાપ્યો
પરિવાર-ભાવનાના મહાન કસબી પૂજ્ય દાદાજીને અનંત પ્રણામ !🙏
👉 વધુ વિગતે વાંચવા માટે અહીં ક્લિક કરો:bit.ly/15-May-International-d..https://bit.ly/15-M…
#internationaldayoffamilies #internationaldayoffamilies2022 #internationaldayoffamilies❤️ #internationaldayoffamiilies #15may
4 years ago | [YT] | 37
View 0 replies
Swadhyay Parivar
|| શ્રી યોગેશ્વરોવિજયતેતરામ્ ||
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ - ૨૦૨૧
પવિત્ર શ્રાવણ મહિનામાં, આપણે દર શનિવારે હનુમાનજીનું ભાવપૂર્ણ સ્મરણ કરી રહ્યા છીએ. આપણે વૈશાહી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પણ અલગ રીતે ઉજવ્યો. હવે આવવા વાળો સૌથી મોટો આનંદનો ઉત્સવ એટલે "कृष्णस्तु भगवान स्वयम्" ભગવાન સ્વયમનો જન્મદિવસ એટલે કે "જન્માષ્ટમી".
આપણે આપણા ૩ કુટુંબોની શ્રેણીમાં થવા વાળા સ્વાધ્યાય કેન્દ્રમાં પરમ પૂજ્ય દાદા ના 'શ્રી કૃષ્ણ જીવન દર્શન' આ પુસ્તક વાંચી રહ્યા છીએ. આ વર્ષે, જન્માષ્ટમી નિમિત્તે, આપણે શ્રી કૃષ્ણ અને ભગવદ ગીતાના આ વિષયો પર થોડા પ્રશ્નો કાઢવાનાા છે અને જ્યારે આપણે તહેવારની ઉજવણી કરીશું ત્યારે આપણે તેની પ્રરશ્નોતરી કરવાની છે. આ તહેવાર આપણે આપણા ૩ કુટુંબોની શ્રેણી માં ઉજવશુ અને એક ભાઈ પ્રશ્નો પુછશે અને બીજા ભાઈ જવાબ આપશે, આવી રીતે પ્રશ્નોતરી(quiz) નું આયોજન કરશે.
ઉદાહરણ તરીકે પ્રશ્ન:
◉ ગીતાના પ્રથમ પાંચ અધ્યાયના નામ જણાવો.
◉ ભગવાને ગીતામાં અર્જુનને કયા અલગ અલગ નામોથી બોલાવ્યો છે.
◉ ગીતામાં ભગવાનના જુદા જુદા નામો શું છે.
◉ પરમ પૂજ્ય દાદાજી કૃષ્ણ શબ્દનો અર્થ શું બતાવે છે.
યોગાનુયોગ થી આ ઉત્સવ આપણે ૩૧ ઓગસ્ટે ઉજવાના છીએ, જે દિવસે ઠીક ૨૫ વર્ષ પહેલાં એટલે કે અગાઉ, ૩૧ ઓગસ્ટ, ૧૯૯૬ ના રોજ, આદરણીય દાદાને વિશ્વ પ્રતિષ્ઠ રોમન મેગસેસે એવોર્ડ આપવામાં આવ્યો હતો. આપણે તે દિવસને યાદ કરીને, તેના સંદર્ભમાં પણ એક કે બે પ્રશ્નોનો પણ આપણી પ્રશ્નોતરીમાં સમાવેશ કરી શકીએ છીએ. (જેમ કે આ પુરસ્કાર કયા હેેતુ થી આપવામાં આવ્યો હતો, સામાજિક નેતૃત્વ(community leadership) અથવા આ પુરસ્કાર ક્યાં આપવામાં આવ્યો હતો - મનીલા, ફિલિપાઇન્સ)
જન્માષ્ટમીના તહેવાર નિમત્તે, આપણે બધા પોત પોતાનાં ઘરોમાં મટકી અને વાંસળી નું એક ચિત્ર અથવા કટઆઉટ બનાવીશું. તેના પર "दुग्धं गीतामृतं महत्" આ પંક્તિ લખવાની છે.૩ ના સમૂહ નાં જે ઘરો મા આપણે તહેવાર માટે મળવા જઈ રહ્યા છીએ, ત્યાં આપણે આ બનાવેલ ચિત્ર અથવા કટ આઉટ તે ઘરમાં સામે મૂકીને તહેવારની ઉજવણી કરીશું.
આપણે જન્માષ્ટમીના આ શુભ તહેવારને ૩ પરિવારોની શ્રેણીમાં આ રીતે ઉજવીશું:
(આપણે આ તહેવાર સાનુકૂળ સમયે સાંજે ૭ થી ૧૦ ની વચ્ચે ઉજવી શકીએ છીએ)
➥ પ્રાથના:-
➥ ભાવગીત:-
● ગુજરાતી - યોગેશ્વર તારો અણસારો એક દે...
● મરાઠી - स्वाध्यायींचा साथी अवधा योगेश्व भगवान...
● હિન્દી - तेरा सहारा मुझको बंसरी बजैया...
➥ ભગવદ ગીતાના ૯ માં અધ્યાયનું પારાયણ કરીશું,
➥ 3 કુટુંબોમાંથી એક ભાઈ, શ્રી કૃષ્ણ, ભગવદ ગીતાના વિષય પર કાઢેલા પ્રશ્નોની પ્રશ્નોત્તરી કરશે. (આશરે ૧૫ થી ૨૦ મિનિટ)
➥ પ્રાર્થના:-
➥ આરતી :-
👉 વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: bit.ly/janmashtami-2021-swadhyay-parivar
નોંધ:- આપણે ૩૧ ઓગસ્ટ, ને મંગળવારે જન્માષ્ટમી ઉજવીશું અને તે દિવસે આપણું સાપ્તાહિક સ્વાધ્યાય કેન્દ્ર બંધ રહેશે. જન્માષ્ટમી ઉત્સવ - ૨૦૨૧
નિર્મલ નિકેતન,
ઓગસ્ટ ૨૫, ૨૦૨૧.
4 years ago | [YT] | 32
View 0 replies
Swadhyay Parivar
#vrukshmandir #yuvadin #madhavvrund #12thjulay #swadhyayparivar
Happy birthday "દીદીજી" ...!!!
જય યોગેશ્વર..
મધવવૃંદ દિવસ ની સૌને શુભેચ્છાઓ...🙏
👉 વધુ માહિતી માટે અહી ક્લિક કરો: www.swadhyay.online/2020/06/tree-temples-vrikshman…
4 years ago (edited) | [YT] | 35
View 3 replies
Swadhyay Parivar
𝕾𝖜𝖆𝖉𝖍𝖞𝖆𝖞 𝕻𝖆𝖗𝖎𝖛𝖆𝖗
➲ ' हमारी शक्ति - कृष्ण की भक्ति ',
➲ 'अरे युवानो क्यों शरमाओ - गीता गाओ मोज मनाओ ' ,
➲ ' गाँव गाँव मे नारा है - पांडुरंग हमारा है ' ,
➲ ' गाँव गाँव में जाना है - गीता ज्ञान बढाना है ' ,
➲ ' प्रभु हमारे साथ है , क्यों बने हम दीन , हमारा दिन मनुष्यगौरव दिन ' ,
➲ ' सबको समर्थ बनाना है , मनुष्य गौरव बढाना है ' ,
➲ ' हर शाम - दादाजी के नाम ',
👉 अधिक जानकारी के लिए यहां क्लिक करें: bit.ly/swadhyay-pratikruti
4 years ago | [YT] | 33
View 1 reply
Swadhyay Parivar
Utsav Darshan: Ganga Dussehra-Jyeshta Sud Dashami | ઉત્સવ દર્શન: ગંગા દશહરા(જ્યેષ્ઠ સુદિ દશમી)
✿ ગંગા દશહરા ✿
સ્કંદ પુરાણમાં લખ્યું છે કે , જ્યેષ્ઠ સુદિ દશમી સંવત્સરમુખી કહેવાય છે તે દિવસે ભાવથી સ્નાન અને દાન કરવું . હર કોઈ નત્રીએ જઈ તલનો અને જળનો અર્ધ્ય આપવો , તેથી મહાપાપ જેવાં દશ પાપો દૂર થાય છે .
' દીધા વિના પોતાની મેળે લઇ લેવું એટલે ચોરી કરવી , વિધિ વગરની હિંસા અને પર સ્ત્રી ગમન – એ કાયાથી થનારાં ત્રણ પાપો કહેલાં છે ; કરડું બોલવું , અસત્ય બોલવું , ચાડી ખાવી અને સબંધ વગરના બકવાદ કરવો . એ ચાર વાણીનાં પાપો કહેવાય છે અને મનથી બીજાના દ્રવ્યની આશા રાખવી , અનિષ્ટ વિચારવું અને ખોટો આગ્રહ રાખવો , એ ત્રણ મનનાં પાપો કહેવાય છે . ”
હે ગંગે ! ઉપર કહેલાં દશ પાપનો નાશ કરો . "દશ પાપોને હરે છે તેથી જ દશહરા કહેવાય છે" .
ગંગા - દશહરાનું ઉત્સવ તરીકે વિશેષરૂપે ઉત્તર ભારતમાં ખૂબ જ મહત્ત્વ છે . પરંતુ ગંગાસ્નાનનું માહાત્મ્ય તો સર્વદેશીય છે .
માનવે રોજ મન , બુદ્ધિ અને શરીર એમ ત્રિવિધ સ્નાન કરવાં જોઈએ . મનનું જ્ઞાન ભક્તિથી થાય ; બુદ્ધિનું સ્નાન સ્વાધ્યાયથી થાય અને શરીરનું સ્નાન પાણીથી થાય . ગંગાસ્નાન જો સમજણ અને ભાવપૂર્વક કરવામાં આવે તો એમાં આ ત્રણે સ્નાનનો સમાવેશ થઈ જાય .
અવિરત કર્મયોગ કરનાર ભગીરથના પ્રયત્નોથી અવતરિત થનાર એ ભાગીરથી માનવમાત્રને કર્મયોગ નો ચિરંતન સંદેશ આપે છે . દોડતી , ઊછળતી , પોતાના ઉજજ્વલ કર્મયોગથી અનંત ગામોને ફળદ્રુપ કરતી , પ્રસન્ન વારિથી યુકત એવી એ ગંગા અંતે સાગર માં ભળી જઇને ભગવાન વિષ્ણુના પગ પખાળે છે . સમર્પણ ભક્તિનો આનાથી શ્રેષ્ઠ સંદેશ બીજો કયો હોઈ શકે ? માનવ પણ જ્ઞાન મેળવીને અવિરત કર્મયોગ કરતાં કરતાં અને પોતાનું જીવન ભગવાનને ચરણે સમર્પિત કરે તો તે પણ ગંગા જેવો પાવન બની શકે .
ગંગાસ્નાનની પાછળ રહેલા ભાવનું મહત્ત્વ છે . ભાવશૂન્ય સ્નાન કેવળ શરીરને સ્વચ્છ કરે ત્યારે ભાવયુક્ત સ્નાન શરીરની જોડે મનબુદ્ધિને પણ વિશુદ્ધ બનાવી જીવનને પાવન કરે છે.
देवे तीर्थे द्विजे मंत्रे दैवज्ञे भेषजे गुरौ। याद्रशी भावना यस्य सिद्धिर्भवति ताद्रशी ।।
‘ દેવ , તીર્થ , દ્વિજ , મંત્ર , જ્યોતિષી , વૈદ્ય અને ગુરુ – એમના બારામાં જેવી જેની શ્રદ્ધા હોય તેવું તેને ફળ મળે . ” “ ગંગાસ્નાનથી મારામાં પાવિત્ર્ય પ્રગટશે જ . ” એવી શ્રદ્ધા સાથે સ્નાન કરવામાં આવે તો એ સ્નાન માણસના મનમાં ગંગાના ઉજજ્વલ ઈતિહાસનું સ્મરણ પ્રેરે અને તે સ્મરણ માનવના મનમાં ભાવ જાગૃતિ , ઉત્સાહ નિર્મિતિ , તેમજ જ્ઞાનનો પ્રકાશ સર્જે છે '.
ગંગાના કિનારે સેંકડો ઋષિઓએ તપશ્ચર્યા કરી છે . હજારો કૃષિઓએ ગંગાકાંઠે પિતાના આશ્રમો બાંધી જ્ઞાનની ઉપાસના કરી છે . ગંગાના આ ભવ્ય ઈતિહાસની જેને ખબર છે તે ગંગાના દર્શનથી રોમાંચ અનુભવશે . તેમાં સ્નાન કરી પોતાનો કૃતાર્થ સમજશે , તેમજ ત્યાંથી કોઈ અનેરી પ્રેરણા લઈ પાછો ફરશે . ગગાનો કિનારો એક કાળે સાચા અર્થમાં તપભૂમિ હતો . તેના તટ ઉપર બ્રહ્મર્ષિઓએ તપ કર્યા છે , તેમજ અનેક રાજર્ષિઓએ પોતાના રાજ્ય ન્યોછાવર કર્યા છે .
ગંગા એ જ્ઞાનભૂમિ હતી . ગંગાના જળપ્રવાહની સાથે સાથે તેનાં જ્ઞાનવારિ આખા ભારતવર્ષમાં ઠલવતાં અને તે ગંગામૈયાની ગોદમાં તેનું સ્તનપાન કરીને પુષ્ટ થયેલા તેના પોતાના સંતાન જેવું કાશી , એ તો વિદ્યાનું તીર્થધામ હતું .
ગંગા એટલે ગંગા જ છે . તેનું વર્ણન કરવું શકય નથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ગંગાનું સંઘરેલું નીર બગડતું નથી . ગંગામૈયા એટલે પાવિત્ર્યનો પ્રેમ - પ્રવાહ ! પ્રભુના ચરણકમળમાંથી નીકળેલું પાવિત્ર્ય , શિવજીના મસ્તક પર ઊતર્યું અને ત્યાંથી સેવાની દીક્ષા ગ્રહણ કરી પ્રવાહરૂપે પૃથ્વી પર વહેવા લાગ્યું . જ્ઞાનનો પરિપાક એટલે સેવા અને સેવાનું મૂર્તિમંત પ્રતીક એટલે માતા ! ગંગાના આ ઊછળતા પ્રેમ - પ્રવાહને જોઈને ભાવિક હૃદય પોકારી ઊઠે છે - "ગંગામૈયા કી જય" .
"વ્રતનિષ્ઠ , ચારિત્ર્ય સંપન્ન , તેજોમૂર્તિ , તત્ત્વજ્ઞ , ભીષ્મને જન્મ આપીને ગંગા કૃતાર્થ થઈ છે . ભારતીયજનોનાં દિલમાં તેણે માતાનું સ્થાન મેળવ્યું છે . ગંગા તરફ ભોગની દષ્ટિથી જોતા અસુરોને ભોગ મળે છે , જ્યારે ભક્તિની દષ્ટિથી જોતા દેવોને મોક્ષ મળે છે .
🙏માતૃ ગેંગે નમસ્તુભ્યમ્🙏
👉 વધુ માહિતી માટે અહી ક્લિક કરો :www.swadhyay.online/2021/05/utsav-darshan-jyeshta-…
#gangadussehra #utsavdarshan #jyeshtasuddashami # ઉત્સવદર્શન #ગંગાદશહરા #જ્યેષ્ઠસુદિદશમી
5 years ago | [YT] | 310
View 36 replies
Swadhyay Parivar
मातृ गंगे नमस्तुभ्यं
श्री गंगा स्तोत्रम
देवि! सुरेश्वरि! भगवति! गंगे त्रिभुवनतारिणि तरलतरंगे ।
शंकरमौलिविहारिणि विमले मम मतिरास्तां तव पदकमले ॥ १ ॥
भागीरथिसुखदायिनि मातस्तव जलमहिमा निगमे ख्यातः ।
नाहं जाने तव महिमानं पाहि कृपामयि मामज्ञानम् ॥ २ ॥
हरिपदपाद्यतरंगिणि गंगे हिमविधुमुक्ताधवलतरंगे ।
दूरीकुरु मम दुष्कृतिभारं कुरु कृपया भवसागरपारम् ॥ ३ ॥
तव जलममलं येन निपीतं परमपदं खलु तेन गृहीतम् ।
मातर्गंगे त्वयि यो भक्तः किल तं द्रष्टुं न यमः शक्तः ॥ ४ ॥
पतितोद्धारिणि जाह्नवि गंगे खंडित गिरिवरमंडित भंगे ।
भीष्मजननि हे मुनिवरकन्ये पतितनिवारिणि त्रिभुवन धन्ये ॥ ५ ॥
कल्पलतामिव फलदां लोके प्रणमति यस्त्वां न पतति शोके ।
पारावारविहारिणि गंगे विमुखयुवति कृततरलापांगे ॥ ६ ॥
तव चेन्मातः स्रोतः स्नातः पुनरपि जठरे सोपि न जातः ।
नरकनिवारिणि जाह्नवि गंगे कलुषविनाशिनि महिमोत्तुंगे ॥ ७ ॥
पुनरसदंगे पुण्यतरंगे जय जय जाह्नवि करुणापांगे ।
इंद्रमुकुटमणिराजितचरणे सुखदे शुभदे भृत्यशरण्ये ॥ ८ ॥
रोगं शोकं तापं पापं हर मे भगवति कुमतिकलापम् ।
त्रिभुवनसारे वसुधाहारे त्वमसि गतिर्मम खलु संसारे ॥ ९ ॥
अलकानंदे परमानंदे कुरु करुणामयि कातरवंद्ये ।
तव तटनिकटे यस्य निवासः खलु वैकुंठे तस्य निवासः ॥ १० ॥
वरमिह नीरे कमठो मीनः किं वा तीरे शरटः क्षीणः ।
अथवाश्वपचो मलिनो दीनस्तव न हि दूरे नृपतिकुलीनः ॥ ११ ॥
भो भुवनेश्वरि पुण्ये धन्ये देवि द्रवमयि मुनिवरकन्ये ।
गंगास्तवमिमममलं नित्यं पठति नरो यः स जयति सत्यम् ॥ १२ ॥
येषां हृदये गंगा भक्तिस्तेषां भवति सदा सुखमुक्तिः ।
मधुराकंता पंझटिकाभिः परमानंदकलितललिताभिः ॥ १३ ॥
गंगास्तोत्रमिदं भवसारं वांछितफलदं विमलं सारम् ।
शंकरसेवक शंकर रचितं पठति सुखीः तव इति च समाप्तः ॥ १४ ॥
👉 વધુ માહિતી માટે અહી ક્લિક કરો :bit.ly/utsav-darshan-ganga-dussehra
#utsavdarshan #gangadussehra #jyeshtasuddashami #2021
5 years ago | [YT] | 23
View 0 replies
Swadhyay Parivar
#kutuhalam
'હીરાશ્રમિકો' નું નામ 'રત્ન કલાકાર' ક્યારથી પડ્યું?
સુરતમાં પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીએ ૩૨ વર્ષ પહેલાં 'હીરાશ્રમિકો' ને 'રત્નકલાકાર' તરીકે ગૌરવ આપ્યું હતું.
૯ જૂન ૧૯૮૯ ના દિવસે વનિતા વિશ્રામ મેદાનમાં 3 લાખ હીરા શ્રમિકોનું સંમેલન યોજાયું હતું.
દાદાએ રત્નકલાકાર નામઆપવાની સાથે તેમનામાં મૂલ્યોનું પણ સિંચન કર્યું
રત્નકલાકાર નામ મળતા જ રત્નકલાકારોની વેશ્વિક ઓળખ બદલાઇ ગઇ...
સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના પ્રમુખપદે ૯ મી જૂન ૧૯૮૯ ના દિવસે અઠવાગેટ વનિતા વિશ્રામ મેદાન ખાતે ૩ લાખ રત્નકલાકારોનું સંમેલન યોજાયું હતું તે વખતે પાંડુરંગ શાસ્ત્રીએ 'હીરાઘસુ' તરીકે ઓળખાતા હીરા શ્રમિકોનું 'રત્નકલાકાર' નામકરણ કર્યું હતું.
🔲 સમીક્ષા:
➦ હીરાના કારીગરો ને રત્નક્લાકારનું નામ આપી પાંડુરંગ દાદાએ ખૂબ મોટું કાંતિકારી કામ કર્યું છે. તેનાથી પૂરેપૂરી ઈમેજ(#image) બદલાઈ ગઈ.
➦ કોઈપણ સમાજનું નામ કે તેની વિચારધારા બદલવી સામાન્ય વાત નથી, જેનામાં તપોબળ હોય તે જ કરી શકે, દાદાએ આપેલો રત્નકલાકાર શબ્દ આજે વિશ્વ પ્રસિદ્ધ બન્યો છે.
➦ સ્વાધ્યાયનું કાર્ય અદભુત છે, જે સમયે હીંચ શ્રમિકોને અપમાનજનક શબ્દોથી સંબોધિત કરાતા તે સમયે રત્નકલાકાર નામકરણ કરાયું તે ગૌરવની બાબત છે.
➦ રત્ન કલાકાર નામકરલની સાથે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે(દાદાજી) એ હીરાશ્રમિકોમાં આધ્યાતમિકતાના ગુણો નું સિંચન કરી સામાજિક જીવનને શ્રેષ્ઠ બનાવ્યું છે, તેથી જ તેમના દરેક કાર્યક્રમમાં શિસ્ત જોવા મળે છે.
➦ એક સમય હતો કે હીરા શ્રમિકોને હીરાઘસુ અથવા ઘસ્યા તરીકે સંબોધન કરાતું .રત્ન કલાકાર નામ મળતા ઓળખ બદલાઈ, આજે વૈશ્વિકસ્તરે રત્નકલાકારોની જુદી છાપ છે.
Thank you Dadaji...Jay Yogeshwar🙏
👉 🔅 હીરામંદિર: bit.ly/hiramandir
#hiramandir #ratnakalakar #hiramandir #ratnakalakar #હીરામંદિર #રત્નકલાકાર #swadhyayparivar
5 years ago | [YT] | 19
View 0 replies
Swadhyay Parivar
⚜️ Sukti Collection | સુક્તિ સંગ્રહ ⚜️
⦿ જેને પ્રભુસ્પર્શ થાય તેને સુખ-દુઃખ, સગવડ-અગવડ બધું સોનાનું લાગે પ્રભુ સ્પર્શ માં આ ચમત્કાર છે.
⦿ ભાવનાનું શિક્ષણ પ્રભુના વાંગ્મય માંથીજ મળશે.
⦿ માનવી જીવન વિકસિત થાય એવી અપેક્ષા હોય તો શિક્ષણ સ્વતંત્ર, મંગલમય અને તેજસ્વી હોવું જોઈએ.
⦿ ભક્તિની પાછળ કર્મનો ટેકો હોય તો જ પ્રભુમાં વિશ્વાસ નિર્માણ થાય.
⦿ તમને જે જોઈએ તે તમે બીજાને આપો તેનું નામ વેદાંત.
♣♣♣♣♣♣♣♣♣♣♣♣♣♣♣♣
⦿ માણસ જો ચિંતનથી ભાવ જીવન અને ભક્તિ જીવન વધારે તો જ તે મનુષ્ય કહેવાય.
⦿ ચિત્ત એકાગ્ર કરતી વખતે ભગવાનની માનસિક મૂર્તિ ઉભી કરવાથી ચિત્તશુદ્ધિ થાય છે.
⦿ જીવનમાં વિઘ્ન છે જ નહિ જો આવે તો તે માણસને ઉપર લઇ જવા માટે આવે છે.
⦿ આપણી બુદ્ધિ ઉપર થી પોતાનું મમત્વ છૂટે તે વખતે ભગવાનનું મમત્વ બુદ્ધિ ઉપર મૂકતાં આવડવું જોઈએ.
⦿ જિંદગીમાં શ્રદ્ધા ટકાવો, વિશ્વાસ કેળવો, વિશ્વાસ પુષ્ટ કરો.
♣♣♣♣♣♣♣♣♣♣♣♣♣♣♣♣
⦿ મૂર્તિપૂજા એ પૂર્વજોએ આપેલું અલૌકિક દર્શન છે.
⦿ મનમાંનો બુઢાપો કાઢવાનો એકજ રસ્તો છે અને તે એટલે મૂર્તિપૂજા.
⦿ કેવળ જીવન વિકાસમાં જ નહિ જીવનોપભોગમાં પણ ભક્તિ અને જ્ઞાનયુક્ત કર્મયોગની અપેક્ષા છે.
⦿ ભગવાનની પાસે જવું હશે તો મન અને બુદ્ધિ ને સમર્થ બનાવવા પડશે.
⦿ કર્મનો હેતુ દૈવી બનાવો તો જ તે સત્કર્મ કહેવાય.
♣♣♣♣♣♣♣♣♣♣♣♣♣♣♣♣
#sukti #સુક્તિ #સુક્તિસંગ્રહ #sukticollection #swadhyayquote
👉 વધુ સુક્તિસંગ્રહ માટે અહી ક્લિક કરો :www.swadhyay.online/p/sukti-collection.html
5 years ago (edited) | [YT] | 244
View 5 replies
Swadhyay Parivar
What Is Bhakti ? ભક્તિ એટલે શું?
✦ સંસારમાં થાકેલા તેમજ કંટાળેલા લોકોએ ભગવાનને પાડેલી નિષ્ક્રિય હાક એનું નામ ભક્તિ નથી.
✦ કેવળ કર્મકાંડ એટલે ભક્તિ નથી . ભક્તિ એ જીવનનો દૃષ્ટિકોણ છે.
તો ભક્તિ એટલે શું?
➣ ભક્તિ એ એક શાસ્ત્ર છે,
➣ ભક્તિ એક દર્શન છે,
➣ ભક્તિ એ વૃત્તિ છે,
➣ ભક્તિ એ એક સમજ છે,
➣ ભક્તિ એ સામાજિક શક્તિ છે.
- પરમ પૂજનીય પાંડુરંગશાસ્ત્રી આઠવલે.
👉 Click Here to Join Telegram Group: t.me/swadhyaypariwar
#bhakti #ભક્તિ #swadhyayparivar #સ્વાધ્યાયપરિવાર #art #canvaspainting #photography #artwork #artist
5 years ago | [YT] | 29
View 1 reply
Swadhyay Parivar
પરમ પૂજનીય દાદાજી ની સ્થાપેલી કઈ સંસ્થાને પ્રયોગોની જનની કહેવામાં આવે છે ?
#kutuhalam #કુતુહલમ
5 years ago | [YT] | 195
View 6 replies
Load more