teer samachar . તીર સમાચાર . Latest news in gujarati.


Teer samachar

જમીલ પઠાણ, તીર સમાચાર, છોટાઉદેપુર
તારીખ : 2/5/2026
સોર્સ : માહિતી વિભાગ ,છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં તાર ફેન્સીંગ યોજના સહાય માટે અરજી કરનાર ખેડૂતોએ ૦૭ મે સુધી જરૂરી દસ્તાવેજો રજુ કરવા અનુરોધ...
*જરૂરી સાધનિક કાગળો સબંધિત તાલુકા કક્ષાએ ખેતીવાડી શાખામાં વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી), સબંધિત ગ્રામસેવકશ્રી (ખેતી)ને રજુ કરવા...

રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ તાર ફેન્સીંગ યોજના અંતર્ગત સહાય માટે અરજી કરવા તા. ૨૭/૦૩/૨૦૨૬ થી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સુચના મુજબ વ્યક્તિગત / ખેડૂત જૂથ લીડર દ્વારા અરજી કર્યા બાદ દિન-૧૦ માં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનિક કાગળો સાથે ખેડૂત/ખેડૂતોએ જિલ્લા કચેરી સુધી આવવું ન પડે અને અગવડતા ઊભી ન થાય તે બાબત ઘ્યાને લઇ હિતાર્થે આ અરજદારોએ પોતાની અરજી સાથેના જરૂરી સાધનિક કાગળો સબંધિત તાલુકા કક્ષાએ જ ખેતીવાડી શાખામાં વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી), સબંધિત ગ્રામસેવકશ્રી (ખેતી)ને ચોક્કસાઈ પૂર્વક ખરાઈ કરાવી તા. ૦૭/૦૫/૨૦૨૬ સુધીમાં ફરજિયાત રજુ કરવાના રહેશે. નિયત સમયમર્યાદામાં અરજીઓ સાથે સાધનિક કાગળો રજુ કરવામાં આવશે નહિ તે તમામ અરજીઓને દફતરે(ફાઈલે) કરવામાં આવશે.



જરૂરી સાધનિક કાગળોમાં આઈ-ખેડૂત પોર્ટલ પર કરાયેલ અરજીની પ્રિન્ટ લઈ અરજી સાથે અરજદાર ખેડૂત/ખેડૂતોના જુથની વિગતો, ૭/૧૨, ૮ –અ તેમજ આધારકાર્ડની નકલ, અરજી કરેલ સર્વે નંબરનો ડીમાર્કેશન વાળો નકશો (જો નકશો જાતે બનાવેલ હશે તો સ્વપ્રમાણિત કરવાનો રહેશે), કબૂલાતનામું તેમજ સ્વઘોષણા પ્રમાણપત્ર અને અદ્યતન બેંક ખાતાની વિગત આપવાની રહેશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારી છોટાઉદેપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

1 month ago | [YT] | 15

Teer samachar

જમીલ પઠાણ, છોટાઉદેપુર
તારીખ : 24/4/2026
સોર્સ : માહિતી વિભાગ , છોટાઉદેપુર

તા.૨૬ એપ્રિલ રવિવારના રોજ છોટાઉદેપુર જિલ્લાના શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવાની રહેશે...

છોટાઉદેપુર, ૨૪ એપ્રિલ :- રાજયની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન તા. ૨૬/૦૪/૨૦૨૬ના રવિવારના રોજ સવારના ૦૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૦૦ વાગ્યા સુધી યોજાનાર છે.

ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ કોઇપણ દુકાન અથવા સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓ/કર્મચારીઓ/રોજમદારો/ કેજ્યુઅલ કામદારો તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે છોટાઉદેપુર જિલ્લા વિસ્તારમા મત આપવાનો અધિકાર ધરાવતા દરેક શ્રમયોગી/કામદારને કોઇ પણ દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતી હોય અને અઠવાડેક રજા ચૂંટણીના દિવસ તા.૨૬/૦૪/૨૦૨૬ (રવિવાર)ના રોજ ન આવતી હોય તેવા કર્મચારીઓ/કામદારો માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. એમ મદદનીશ શ્રમ આયુક્ત છોટાઉદેપુરની અખબારી યાદીમાં જણાવ્યું હતું.

1 month ago | [YT] | 20

Teer samachar

જમીલ પઠાણ, તીર સમાચાર, છોટાઉદેપુર,
તા : 08/04/2026
સોર્સ : માહિતી વિભાગ , છોટાઉદેપુર
-:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી – ૨૦૨૬:-
છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળ હથિયાર પરવાનો ધરાવતા પરવાનેદારોને હથિયારો સાથે રાખવા પર પ્રતિબંધ....
છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/ પેટા ચૂંટણી એપ્રિલ- ૨૦૨૬ હેઠળના વિસ્તારોમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી શાંતિમય વાતાવરણમાં વિક્ષેપો ઉભા થાય નહી અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવા, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ વ્યક્તિને અડચણ, ત્રાસ કે નુકસાન અથવા લોકોના જાન, સ્વાસ્થ્ય કે સલામતીને થતું જોખમ અથવા જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય અને મુક્ત અને ન્યાયી રીતે દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે છોટાઉદેપુર જિલ્લામાં હથિયાર પરવાનો ધરાવતા પરવાનેદારોને તેઓના પરવાનાવાળા હથિયારો સાથે રાખવા ઉપર પ્રતિબંધ કરી, પરવાના હેઠળના તમામ હથિયારો સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરવા આવશ્યક છે.


જિલ્લા મેજિસ્ટ્રેટ ગાર્ગી જૈનને મળેલી સત્તાની રૂએ છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં હથિયાર પરવાનો ધરાવતા પરવાનેદારોને તેઓના પરવાનાવાળા હથિયારો સાથે રાખવા ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે. પરવાના હેઠળના તમામ હથિયારો જાહેરનામાંની તારીખથી ૭ (સાત) દિવસમાં સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરવાના રહેશે.

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, છોટાઉદેપુર તરફથી ઇસ્યુ કરાયેલ લાયસન્સો સિવાય બીજા પણ દરેક હથિયાર પરવાનેદારો કે જેઓએ બીજા કોઈપણ હથિયાર લાયસન્સ આપનાર સત્તાધિકારી તરફથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેમને પણ લાગુ પડશે તેમજ આ આદેશ છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં હથિયાર ખરીદ-વેચાણ કરતાં પરવાનેદારો હથિયાર ખરીદ-વેચાણ આ સમયગાળા દરમિયાન કરશે તો પણ હથિયારની સોંપણી આ જાહેરનામાંની તારીખથી બે માસ સુધી કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં સુધી પરવાના ધારકોને કરી શકશે નહિ તેમજ સબંધિત પોલીસ સ્ટેશનને જે તે પરવાનેદારશ્રીને તેમનું અનામત જમા લીધેલ હથિયાર તા.૩૦/૦૪/૨૦૨૬ પછી પરત કરવાનું રહેશે.

છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ (બેંક, કોર્પોરેશન સહિત),રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય લેવલની શુટીંગ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પોર્ટસ પર્સન છે, તેમને પરવાનાવાળા હથિયારો જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે પરંતુ જે તે વ્યક્તિના વ્યક્તિગત નામે ઈસ્યુ થયેલ પરવાનેદાર હથિયાર ધારકોને ઉક્ત આદેશમાંથી મુકિત મળશે નહી.

માન્યતા ધરાવતી સિક્યુરીટી એજન્સીઓના ગનમેન કે હથિયારધારી સિક્યુરીટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે. બેંકમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું સબંધિત બેંક મેનેજરશ્રીનું પ્રમાણપત્ર સિક્યુરીટી ગાર્ડના ફોટોગ્રાફ સાથેનું પોતાની પાસે રાખવાનું રહેશે સબંધિત બેંકના મેનેજરશ્રીએ આવા સિક્યુરીટી ગાર્ડની વિગતવારની માહિતીની જાણ જે તે સબંધિત પોલીસ સ્ટેશનને કરવાની રહેશે અને સબંધિત પોલીસ સ્ટેશનને આ અંગે નિયમોનુસાર ચકાસણી કરી લેવાની રહેશે.

આ જાહેરનામું તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

2 months ago | [YT] | 7

Teer samachar

જમીલ પઠાણ, તીર સમાચાર,
તા: 08/04/2026
સોર્સ : માહિતી વિભાગ , છોટાઉદેપુર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી – ૨૦૨૬....
છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ હેઠળ વિશ્રામગૃહ, ડાક બંગલા, સરકારી રહેણાંક વિગેરેના વપરાશ પર પ્રતિબંધ...
છોટાઉદેપુર: ૭ એપ્રિલ :- છોટાઉદેપુર જિલ્લામાં આગામી નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી એપ્રિલ- ૨૦૨૬ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ ગાર્ગી જૈનને મળેલ સત્તાની રૂએ વિશ્રામગૃહ, ડાક બંગલા, સરકારી રહેણાંક વિગેરેના વપરાશ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.

વિશ્રામગૃહ, ડાક બંગલા, અને સરકારી રહેણાંકના ઉપયોગનો સત્તા પક્ષના સભ્યો કે ઉમેદવારો એક હથ્થુ અધિકારો ભોગવશે નહી અને આવા રહેણાંકનો ઉપયોગ બીજા પક્ષના સભ્યો કે ઉમેદવારોને પણ કરવા દેશે. પરંતુ કોઈપણ પક્ષ કે ઉમેદવારો આવા રહેણાંક (તેની સાથે જોડાયેલ આગણું-વરંડા સહિત)નો ઉપયોગ પ્રચાર કચેરી કે અન્ય ચૂંટણી વિષયક હેતુ માટે કરી શકશે નહી. સરકારી વિશ્રામગૃહ, અતિથિગૃહ વિગેરેમાં રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગ પણ યોજી શકશે નહી.

ચૂંટણી પ્રચારમાં આવેલ જે મહાનુભાવોને સરકારી વિશ્રામ ગૃહ-અતિથિગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવી હોય તે મહાનુભાવોને લાવતા-લઈ જતાં વાહનને જ સરકારી વિશ્રામ ગૃહ/અતિથિગૃહ વિગેરેના કમ્પાઉન્ડમાં રાખી શકાશે. જો તેઓના માટે એક કરતાં વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો બે થી વધારે વાહનોને વિશ્રામગૃહ/અતિથિગૃહ વિગેરેના કમ્પાઉન્ડમાં રાખી શકાશે નહી. એક જ વ્યક્તિને ૪૮ કલાક થી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહી તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતા કોઈ પણ મહાનુભાવો મતદાન પુરું થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામ ગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમનો ઉપયોગ કરી શકશે નહી. જે રાજકીય પદાધિકારીશ્રીઓને ઝેડ કક્ષાની (Z scale) કે જે તે રાજ્યના કાયદાની જોગવાઈ અનુસાર સમાને કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલ હોય તેમને રાજ્ય સરકાર હસ્તકના સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ, કેન્દ્ર સરકાર અગર રાજ્ય સરકારના જાહેર સાહસોના વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે પરંતુ ચૂંટણી કામગીરી સંભાળતા અધિકારી અગર નિરીક્ષકોને અગાઉથી આ રૂમ ફાળવવામાં આવેલ ન હોય તે શરતે જ આ પ્રકારે રહેવા માટે રૂમો ફાળવી શકાશે.

આ જાહેરનામું તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

2 months ago | [YT] | 10

Teer samachar

તીર સમાચાર, છોટાઉદેપુર, તા: 19/3/2026

છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં....

નાગરિકોની સુરક્ષા માટે હીટવેવ પ્લાનથી લઈ ચોમાસા સુધી જિલ્લા વહીવટી તંત્રનું આગોતરું આયોજન....
છોટાઉદેપુર:૧૮ માર્ચ :- પ્રવર્તમાન ઋતુમાં હીટવેવ અને આગામી ચોમાસું ૨૦૨૬ દરમ્યાન પુર,વાવાઝોડું, અતિવૃષ્ટિ જેવી સંભવિત કુદરતી આપત્તીઓ સામે પૂર્વ તૈયારી અને આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સંકલન ખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરશ્રી (ડીઝાસ્ટર) ધ્રુપેન્દ્રભાઈએ પીપીટી (PPT) ના માધ્યમથી જિલ્લાની સર્વાંગી સજ્જતા અંગે વિગતવાર માહિતી આપી હતી. હીટવેવ એક્શન પ્લાનમાં વધતા તાપમાનને ધ્યાને રાખી નાગરિકોને લૂ અને ગરમીથી બચાવવા માટે આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે ચોમાસા પૂર્વેની તૈયારીઓમાં સંભવિત પૂર કે અતિવૃષ્ટિના સમયે નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સ્થળાંતર, આશ્રયસ્થાનોની સુવિધા, અને ખોરાક-દવાના પૂરતા જથ્થાની ઉપલબ્ધતા કરવા, આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા બચાવ સાધનો, ઈમરજન્સી વાહનો, ફાયર સેફ્ટીના સાધનો અને ૨૪*૭ કાર્યરત કંટ્રોલ રૂમની સજ્જતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીએ આ બેઠકમાં ગત વર્ષની પરિસ્થિતિની સમીક્ષા કરી તમામ વિભાગોને પરસ્પર સંકલનમાં રહી કામ કરવા અને ગ્રામ્ય સ્તરના આપત્તિ વ્યવસ્થાપન પ્લાન તૈયાર કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઈમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટરશ્રી મુસ્કાન ડાગર, નિવાસી અધિક કલેક્ટરશ્રી શૈલેશ ગોકલાણી, નાયબ વન સંરક્ષકશ્રી રૂપક સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી કે.ડી.ભગત, પ્રાંત અધિકારીશ્રી સહિતના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સોર્સ : માહિતી વિભાગ, છોટાઉદેપુર

3 months ago | [YT] | 48

Teer samachar

તીર સમાચાર, છોટાઉદેપુર , તા : 19/3/2026


છોટાઉદેપુર જિલ્લાના ૩૬ ક્રિટીકલ-સ્ટ્રેટેજીક ઝોન વિસ્તાર માટે “નો ફલાય ઝોન”માં ફલાઇંગ ઓબ્જેકટના સાધનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ.....
Handing of Conventional Aerial Platform Threats in the Country અન્વચેની એસ.ઓ.પી. અન્વયેડ્રોન હુમલા થવાની શક્યતા ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં આવેલ ક્રિટીકલ/સ્ટ્રેટેજીક મહત્વમાં કુલ -૩૬ ઇન્સ્ટોલેશન આવેલા છે. જેમાં કુલ - ૨૨ ઇન્સ્ટોલેશનને યલો ઝોન અને કુલ -૧૪ ઇન્સ્ટોલેશનને રેડ ઝોનમાં વિભાજીત કરવામાં આવેલ છે. UAV (Unarmed Aerial Vehicle) કે જેમાં રીમોટ કંન્ટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલ ડ્રોન અથવા રીમોટ કંન્ટ્રોલ માઇક્રોલાઇટ એરક્રાફટ કે પેરાગ્લાઇડર જેવા સંસાધનોથી દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો ગેરલાભ લઇને છોટાઉદેપુર જિલ્લામાં આવેલ ક્રિટીકલ સ્ટ્રેટેજીક મહત્વ ઇન્સ્ટોલેશનવાળા સ્થળોને હાની પહોંચાડવાની શક્યતા નકારી શકાય નહીં તેમજ જમ્મુ કશ્મીરમાં બનેલ ડ્રોન હુમલાના બનેલ બનાવ તથા આ પ્રકારના સંસાધનોથી જિલ્લામાં આવેલ મહત્વની જગ્યાઓએ આંતક ફેલાવી સુલેહ શાંતી જોખમાય તેમજ લોકોના જાનમાલને નુકશાન કરે તેવી શક્યતા રહેલી છે. જેથી પોતાના અંગત વ્યવસાય માટે UAV ઉપર નિયંત્રણ મુકવુ જરૂરી જણાય છે.


છોટાઉદેપુર જિલ્લા વિસ્તારમાં આવેલ UAV (Unarmed Aerial Vehicle) કે જેમા રીમોટ કંન્ટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલ ડ્રોન અથવા રીમોટ કંન્ટ્રોલ માઇક્રોલાઈટ એરકાકટ કે/પેરાગ્લાઈડર ચલાવનાર નીચે જણાવેલ વિસ્તાર કે જે ક્રિટીકલ / સ્ટ્રેટેજીક મહત્વ ઇન્સ્ટોલેશનવાળા વિસ્તારની પ્રિમાઈસીસ / કિલોમીટર સુધીના પ્રિમાસીસના પરીઘમાં " UAV (Unarmed Aerial Vehicle) નો ફલાય ઝોન" ઉપર કોઈ પણ જાતના રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલ ડ્રોન અથવા રીમોટ કન્ટ્રોલ માઇક્રોલાઇટ એરક્રાફટ કે પેરાગ્લાઇડર જેવા સંસાધનોથી વિસ્તારની આંતરીક સુરક્ષાને ધ્યાને રાખી ક્રિટીકલ / સ્ટ્રેટેજીક મહત્વના ઇન્સ્ટોલેશનવાળા વિસ્તારમાં ફલાઇંગ ઓબ્જેકટના સાધનોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધીત કરવા અંગેનું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શૈલેષ ગોકલાણી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જેમાં સબ જેલ છોટાઉદેપુર, સબજેલ સંખેડા, ઇલેક્ટ્રિકલ પાવર સબ સ્ટેશન વસેડી, ઇલેક્ટ્રિકલ પાવર સબ સ્ટેશન કવાંટ, ઇલેક્ટ્રિકલ પાવર સ્ટેશન નસવાડી, ઈલેક્ટ્રિકલ પાવર સ્ટેશન જેતપુરપાવી, ઇલેક્ટ્રિકલ પાવર સ્ટેશન બોડેલી, ઇલેક્ટ્રિકલ પાવર સબ સ્ટેશન સંખેડા, ગીતા ગેસ એજન્સી છોટાઉદેપુર, કુબેર ગેસ એજન્સી નસવાડી, હરી કૃપા ગેસ એજન્સી કવાટ, નવદુર્ગા ગેસ એજન્સી જેતપુરપાવી, વૈશાલી ગેસ એજન્સી બોડેલી, ભારત ગેસ એજન્સી સંખેડા, ડિસ્ટ્રિકટ જજ રેસિડેન્સ છોટાઉદેપુર, ડિસ્ટ્રિક્ટ કલેકટર રેસીડન્સ છોટાઉદેપુર, ડિસ્ટ્રિક્ટ સુપ્રીડેન્ટ ઓફ પોલીસ રેસીડેન્સ છોટાઉદેપુર, ડિસ્ટ્રિક્ટ કોર્ટ છોટાઉદેપુર, એસપી ઓફિસ છોટાઉદેપુર, કલેકટર ઓફિસ છોટાઉદેપુર, ટેલીફોન ઓફિસ છોટાઉદેપુર, હનુમાન મંદિર ઝંડ, નર્મદા મેન કેનાલ અન્ડરબ્રીજ, નર્મદા મેન કેનાલ ઓવર બ્રિજ, છોટાઉદેપુર વનાર રોડ અંડર બ્રિજ, રંગપુર નાકા છોટાઉદેપુર, બસ સ્ટેશન છોટાઉદેપુર, બસ સ્ટેશન બોડેલી, રેલવે સ્ટેશન છોટાઉદેપુર, રેલવે સ્ટેશન જેતપુરપાવી, રેલ્વે સ્ટેશન બોડેલી, રેલવે સ્ટેશન છુછાપુરા, સુખી ડેમ, ટેન્ક વોટર સપ્લાય કડીપાણી અને મિલ્ક કોલ્ડ સ્ટોર અલહદપુરાનો સમાવેશ થાય છે.

આ જાહેરનામું તા.૧૮/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

સોર્સ : માહિતી વિભાગ ,છોટાઉદેપુર

3 months ago | [YT] | 8

Teer samachar

તીર સમાચાર , છોટાઉદેપુર , તા : 19/3/2026


રાજ્ય બહારથી રોજગારી માટે આવતા શ્રમિકો અને રોજગારી આપનાર સંસ્થા કે એકમો અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ....
શ્રમિકો,કામદારો,રોજગારી મેળવનારના રજીસ્ટર બનાવી તમામની ફોટો ઓળખકાર્ડ સહિતની યાદી કોઇપણ સંસ્થા કે એકમે સંબંધિત પોલીસ સ્ટેશને આપવી...

છોટાઉદેપુર જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં અને અન્ય ખાનગી એકમો તરફથી મોટી સંખ્યામાં સંગઠીત શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે છે. અવાર-નવાર ધાડ, લુંટ વિગેરે ગંભીર પ્રકારના બનાવો બનતા હોય છે. ગુજરાત રાજ્ય બહારથી મજૂરો કડીયાકામ, ઈંટોના ભઠ્ઠા, હોટલ-ધાબા, રેસ્ટોરન્ટ, ફેકટરી, કારખાનામા, સોના-ચાંદી દાગીનાના કારીગરો નાનીમોટી ખાણીપીણીની દુકાનો, લારીઓ ઉપર કામ ધંધા રોજગાર મેળવવા અર્થે આવતા હોય છે. મજૂરો/કારીગરો જે તે સાઈડ (સ્થળ)/હોટલ-ધાબા/રેસ્ટોરન્ટ/ફેક્ટરી/કારખાનામાં રહેતા હોય છે. આ મજૂરો/કારીગરોને જે તે વિસ્તારના કોન્ટ્રાક્ટરો/મુકાદમો/હોટલ-ધાબા/રેસ્ટોરન્ટ/ફેકટરી/કારખાના માલિકો દ્વારા લાવવામાં આવતા હોય છે. જેઓને રોજગારી આપતી વખતે સંસ્થા/એકમો તરફથી શ્રમિકો/કામદારોનો કોઈ પૂર્વ ઇતિહાસ અથવા ઓળખ પ્રસ્થાપિત કરવા માટેની પ્રક્રિયા અનુસરવામાં આવતી નથી. જેના કારણે અસામાજિક તત્વો ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓ અને ભારતીય નાગરિકતા નહી ધરાવતી વ્યક્તિઓને રોજગારી આપી દેવામાં આવે છે. જે દેશ/રાજ્યની આંતરિક સુરક્ષા માટે અનિચ્છનિય છે તે ઈસમોને લાવનાર કોન્ટ્રાક્ટરો/મુકાદમો/હોટલ-ધાબા/રેસ્ટોરન્ટ/ફેક્ટરી/કારખાના માલિકો ઉપર ચોકકસ પ્રકારનાં નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે. જેથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેષ ગોકલાણીને મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.

જેમાં કોઇપણ સંસ્થા/એકમ તરફથી શ્રમિકો/કામદારો/રોજગારી મેળવનાર તમામનાં નામ, સરનામાં / સંપર્ક નંબર સાથેનું સુવાચ્ય રજીસ્ટર તથા રજીસ્ટરમાં પુરૂષ શ્રમિકો/કામદારો/રોજગારી મેળવનારનો ડાબા હાથનો અંગુઠો અને સ્ત્રી શ્રમિકો/કામદારો/રોજગારી મેળવનારનો જમણા હાથના અંગુઠાના નિશાન સાથેનું રજીસ્ટર રોજગારી આપનાર કોઇપણ સંસ્થા/એકમે નિયમીતપણે નિભાવવાનું રહેશે. દરેક શ્રમિકો/કામદારો/રોજગારી મેળવનારની સંપૂર્ણ ઓળખ, નામ, સરનામું, ટેલીફોન/મોબાઈલ નંબર તેમજ તેઓના પરિચિત સગા, સબંધીઓના નામ/સરનામા અને ટેલીફોન/મોબાઈલ નંબરની સંપૂર્ણ સુવાચ્ય વિગતો પણ રજીસ્ટરમાં નોંધવાની જવાબદારી જે તે રોજગારી આપનાર કોઇપણ સંસ્થા/એકમના માલીકોએ નિયમિતપણે નિભાવવાની રહેશે. દરેક શ્રમિકો/કામદારો/રોજગારી મેળવનારના ઓળખકાર્ડ (ચુંટણીકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, આધાર કાર્ડ) વિગેરેની ફોટો કોપી જે તે સંસ્થા એકમ ખાતે સુરક્ષિત રાખવાની રહેશે.

દરેક શ્રમિકો/કામદારો/રોજગારી મેળવનારના રજીસ્ટર વ્યવસ્થિત બનાવી, તમામની ફોટો ઓળખકાર્ડ (ચુંટણીકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, આધાર કાર્ડ) સહિતની યાદી રોજગારી આપનાર કોઇપણ સંસ્થા/એકમે સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે અચુક આપવાની રહેશે. કામે રાખેલ શ્રમિકો/કામદારો/રોજગારી મેળવનાર પૈકી છુટા થાય તો તેની વિગત તથા નવા ઉમેરાયેલા નામોની યાદી ફોટો ઓળખકાર્ડ (ચુંટણીકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, આધાર કાર્ડ) સહિત તુરંત જ જિલ્લા શ્રમ અધિકારીશ્રી, છોટાઉદેપુરને તથા જે તે વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનને પુરી પાડવાની રહેશે. કોઈપણ લેબર કોન્ટ્રાક્ટરો નોંધણી કરાવ્યા સિવાય ઔદ્યોગિક એકમોને શ્રમિકો/કામદારો/રોજગારી પુરા પાડી શકશે નહીં, તેવી જ રીતે ઔદ્યોગિક એકમ પણ નોંધણી સિવાયના લેબર કોન્ટ્રાક્ટરોથી શ્રમિકો/કામદારો/રોજગારી મેળવી શકશે નહી.

આ જાહેરનામું તા.૨૨/૦૩/૨૦૨૬ થી ૨૦/૦૫/૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

સોર્સ : માહિતી વિભાગ ,છોટાઉદેપુર

3 months ago | [YT] | 8

Teer samachar

જમીલ પઠાણ , તીર સમાચાર , છોટાઉદેપુર
તારીખ : 19/02/2026
સોર્સ : માહિતી વિભાગ , છોટાઉદેપુર


પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ છોટાઉદેપુર દ્વારા જિલ્લા અંદરના વિસ્તરણ કાર્યકર પ્રવાસનું આયોજન કરાયું...
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ છોટાઉદેપુર દ્વારા જિલ્લા અંદરના વિસ્તરણ કાર્યકર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર તાલુકાના ખોસ નાનીસઢલી ગામે પ્રાકૃતિક કૃષિ કરતાની ફાર્મની ખેડૂતોને મુલાકાત કરાવી હતી. જેમાં પ્રાકૃતિક કૃષિના આયમોનું ઉપયોગીતા અને સમયાંતરે ઉપયોગમાં લેવાતા આયામો વિશે સમજણ આપી હતી.

4 months ago | [YT] | 28

Teer samachar

જમીલ પઠાણ, તીર સમાચાર, છોટાઉદેપુર
તારીખ : 19/2/26
સોર્સ : માહિતી વિભાગ , છોટાઉદેપુર

મધમાખી પાલન: એક ઉભરતો વ્યવસાય” વિષય પર સિહાન્દ્રા ખાતે ખેડૂત સેમિનાર યોજાયો....
જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.....
બાગાયત વિભાગ, છોટાઉદેપુર દ્વારા “મધમાખી પાલન: એક ઉભરતો વ્યવસાય” વિષય પર મધમાખી પાલનમાં રસ ધરાવતા ખેડૂતો માટે એક માર્ગદર્શક સેમિનારનું આયોજન સંખેડા તાલુકાના સિહાન્દ્રા ગામે જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં “એકતા ફોરેસ્ટ ફાર્મ” ખાતે કરવામાં આપી આવ્યું હતું.

સેમિનારમાં મધમાખી પાલન વ્યવસાયના વિવિધ પાસાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મધમાખી પાલનના લાભો, મધ ઉત્પાદન, મોમ અને અન્ય ઉપઉત્પાદનો, બજાર વ્યવસ્થા, તાલીમ અને સરકારની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ ખેડૂતોને આ વ્યવસાયથી વધારાની આવક કેવી રીતે મેળવી શકાય તે અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અંદાજે ૨૦૦ થી વધુ ખેડૂતોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

આ સેમિનારમાં નાયબ બાગાયત નિયામક, છોટાઉદેપુર શ્રી એચ.એમ. પરમાર, મદદનીશ ખેતી નિયામકશ્રી કૃણાલ પટેલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના વરિષ્ટ વૈજ્ઞાનિક ડૉ. અનિલ મેકવાન તથા ડૉ. વિનય પટેલ, મધમાખી પાલન વ્યવસાયના ગુજરાત રાજ્યના મંડળના ઉપપ્રમુખશ્રી વિનોદભાઈ નકુમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

4 months ago | [YT] | 28

Teer samachar

જમીલ પઠાણ, તીર સમાચાર, છોટાઉદેપુર
તારીખ :19/2/26
સોર્સ : માહિતી વિભાગ , છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ-૨૦૨૫-૨૬નું આયોજન કરાયું...

લોકશાહી મજબૂત બનાવવા યુથ એસેમ્બલી કાર્યક્રમ-૨૦૨૫-૨૬માં ભાગ લેવા ૨૬ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે...

કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,છોટાઉદેપુર દ્વારા આયોજીત ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ -૨૦૨૫ -૨૬નું ચાલુ વર્ષે આયોજન થનાર છે.

લોકશાહી શાસન વ્યવસ્થાના ગુજરાતના યુવક અને યુવતીઓમાં ગુણો વિકસે તથા યુવા વર્ગમાં મતદાનનું મહત્વ સમજાય,ચુંટણી વ્યવસ્થાની માહિતી યુવાનોને મળે જેનાથી રાષ્ટ્ર નિર્માણ તથા રાષ્ટ્રનું લોકતંત્ર મજબુત થાય તે માટે ગુજરાતના ૧૮૨ વિધાનસભા મત વિસ્તારમાં રાજ્યના ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ-૨૦૨૫-૨૬ નું ચાલુ વર્ષે આયોજન થનાર છે.


આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ચાલુ વર્ષે ૨૦૨૫-૨૬ માં છોટાઉદેપુર જિલ્લા ખાતે આયોજીત થનાર આ કાર્યક્રમમાં જે યુવક-યુવતિઓ ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ પોતાની અરજી ફોર્મ મેળવીને રૂબરૂ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, એ-૮ ,બીજો માળ,જિલ્લા સેવા સદન, છોટાઉદેપુર ખાતે તા.૨૬/૦૨/૨૦૨૬ સુધીમાં મોકલી આપવાની રહેશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી છોટાઉદેપુરની યાદીમાં જણાવ્યું હતું.

4 months ago | [YT] | 2