We present News in like local events, National News, international news, Politics, Entertainment, Religious, etc. from our DP News Gujarati Digital Platform.
A tireless effort to find a suitable solution to become their voice in all the problems faced by the people in their lives and reach them to the local and state level administration will be launched by YouTube News Channel.
In social activities, festivals, politics, crime, guidance, rituals and all other fields, every moment you will be connected with people and try to present your voice on DP News YouTube news channel.
for more information contact : Mobile No: +91 7096011371
dpnewsgujarati@gmail.com
#dpnews #dpnewsgujarati #डिपी_न्यूज़ #DP_News #gujaratinewslive #gujaratinewschannel #latestnews
DPNews Gujarati
સુરત વરસાદ: ઈમરજન્સી હેલ્પલાઈન નંબર્સ (Emergency Helpline Numbers) 📞
વરસાદ કે પાણી ભરાવાને કારણે કોઈ પણ મુશ્કેલીના સમયે આ નંબર્સ પર સંપર્ક કરવો:
SMC ટોલ ફ્રી નંબર (ફરિયાદ માટે): 1800-123-8000
SMC સેન્ટ્રલ કંટ્રોલ રૂમ: 0261-2423751 (થી 56)
ફાયર બ્રિગેડ (ઈમરજન્સી): 101 / 0261-2414139
ડિઝાસ્ટર હેલ્પલાઈન (ગુજરાત): 1077 / 1078
પોલીસ કંટ્રોલ રૂમ: 100 / 112
એમ્બ્યુલન્સ સેવા: 108
SMC વોટ્સએપ ફરિયાદ નંબર: 6359930020 (મેસેજમાં "Hi" લખીને મોકલવું)
1 week ago | [YT] | 7
View 0 replies
DPNews Gujarati
મમતા બેનર્જીને મોટો ઝટકો: ચંદ્રિમા ભટ્ટાચાર્યએ બંગાળ TMC ચીફ સહિત તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું!
1 week ago | [YT] | 10
View 0 replies
DPNews Gujarati
ગોંડલ-જેતપુર હાઈવે પરથી ₹89.32 લાખનો મુદ્દા માલ સાથે વિદેશી દારૂ ઝડપાયો, ટ્રકચાલક ફરાર
1 week ago | [YT] | 13
View 0 replies
DPNews Gujarati
ગુજરાત ATSએ આઠ આતંકીઓને ઝડપી પાડ્યાં
મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી ઝડપાયા 8 આતંકી
પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતાં આતંકી
ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા કરી રહ્યા હતાં કામગીરી
અલગ અલગ ટીમો બનાવી ઓપરેશન હાથ ધરી પકડી પાડ્યાં
તમામની આતંકીઓની હાલમાં ATS દ્વારા પૂછપરછ ચાલુ
પકડાયેલા આતંકીઓના નામ
1. અહમદ અબ્દુલ્લા ગાજીવાળા
2. ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા
3. મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાલા
4. ઝકારિયા દુરાની
5. મુફ્તિ ફૌજાન
6. મોહમ્મદ અમીન શેરા
7. મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી
8. બિલાલ મોહમ્મદ
#GujaratATS #ATSOperation #Ahmedabad #MadhyaPradesh #JaishEMohammed #CounterTerrorism #AntiTerrorOperation
1 week ago | [YT] | 10
View 1 reply
DPNews Gujarati
ગુજરાત સરકારનો ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય, વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો
જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે
ટાવર બેઝ વિસ્તારની ગણતરીમાં ચારેય બાજુ વધારાના એક મીટરનો ઉમેરો કરાયો, ૭૬૫ કે.વી. લાઇનમાં ૬૨૫ ચોમી ના બદલે ૭૨૯ ચોમી નુ વળતર ચુકવાશે
#govermentofgujarat #electrictower #jantri #Dpnews #Breakingnews #dpnewsgujarati
1 week ago | [YT] | 5
View 0 replies
DPNews Gujarati
અમદાવાદમાં ભદ્ર કોર્ટનો આસિસ્ટન્ટ ક્લાર્ક રૂપિયા 10,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
#Ahmedabad #ACBGuajrat #BhadraCourt #CrimeNews #Corruption #GujaratSamachar #AhmedabadNews #dpnews #dpnewsgujarati
1 week ago | [YT] | 6
View 0 replies
DPNews Gujarati
અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ
57 દિવસની યાત્રા દરમિયાન દેશભરમાંથી લાખો યાત્રાળુઓ પવિત્ર અમરનાથ ગુફા મંદિરની મુલાકાત લેશે
#AmarnathYatra #BabaBarfani #dpnews #dpnewsgujarati
1 week ago | [YT] | 3
View 0 replies
DPNews Gujarati
અમરનાથ યાત્રા પર PM મોદીએ લખ્યો શ્રદ્ધાળુઓને પત્ર, સુરક્ષિત યાત્રા અને પાંચ સંકલ્પોનું કર્યું આહ્વાન
#AmarnathYatra2026 #AmarnathYatra #Amarnath #JaiBabaBarfani
વધુ વાંચો:
અમરનાથ યાત્રાના પ્રારંભના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાળુઓના નામે એક વિશેષ પત્ર જાહેર કરી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. જેમાં તેમણે કહ્યું છે કે, 'જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રામાં સામેલ થવું એ પોતાનામાં ખૂબ જ મોટું સૌભાગ્ય છે. જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે થયેલી પ્રથમ પૂજા સાથે જ ભક્તો માટે બાબા બરફાનીના દર્શનનો ક્રમ શરૂ થઈ જાય છે. દેશના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુઓ આ પાવન યાત્રામાં સામેલ થવા માટે તત્પર રહે છે.'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પત્ર શેર કર્યો છે. જેમાં તેમણે લખ્યું, 'પ્રિય શ્રદ્ધાળુઓ, હર હર મહાદેવ! જય બાબા બરફાની! જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રામાં સામેલ થવું એ પોતાનામાં ખૂબ જ મોટું સૌભાગ્ય છે. જમ્મુ-કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ધામની યાત્રામાં સામેલ થવું એ દરેક શિવભક્ત માટે સૌભાગ્યનો વિષય છે અને બાબા બરફાનીના દર્શન લાખો શ્રદ્ધાળુઓના જીવનનો અતુલ્ય અનુભવ હોય છે.'
પ્રધાનમંત્રીએ કહ્યું કે, 'અમરનાથ યાત્રા માત્ર એક ધાર્મિક યાત્રા નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક એકતા અને સનાતન પરંપરાનું જીવંત ઉદાહરણ છે. દેશના વિવિધ રાજ્યો, ભાષાઓ અને પરંપરાઓ સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓ એક જ આસ્થા સાથે બાબા અમરનાથના દર્શન માટે પહોંચે છે. તેમણે યાત્રાના સફળ સંચાલન માટે અમરનાથજી શ્રાઈન બોર્ડ, જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓની પ્રશંસા કરી. સાથે જ ભારતીય સેના, CRPF, જમ્મુ-કાશ્મીર પોલીસ, ITBP, BSF, NDRF, તબીબો, આરોગ્ય કર્મચારીઓ, વહીવટી અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ અને સેવામાં જોડાયેલા તમામ સ્વયંસેવકોનું વિશેષ રૂપે અભિનંદન કર્યું.'
પત્રમાં પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરના સ્થાનિક નાગરિકોની આતિથ્ય પરંપરાના પણ વખાણ કરતાં તેમણે કહ્યું કે, 'યાત્રા દરમિયાન સ્થાનિક લોકો શ્રદ્ધાળુઓનું આત્મીય સ્વાગત કરે છે, જ્યારે દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ ભંડાર અને લંગરના માધ્યમથી નિઃસ્વાર્થ સેવાની મિસાલ પેશ કરે છે. આ ભાવના ભારતીય સંસ્કૃતિના ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ ના આદર્શને સાકાર કરે છે.'
પ્રધાનમંત્રી મોદીએ શ્રદ્ધાળુઓને પાંચ મહત્ત્વપૂર્ણ સંકલ્પ લેવાનો આગ્રહ પણ કર્યો. તેમણે યાત્રા માર્ગ પર સ્વચ્છતા જાળવવા, વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓની સૂચનાઓનું પૂર્ણ નિષ્ઠા સાથે પાલન કરવા તથા વરસાદ અને ઠંડીથી સાવધાની રાખવાની અપીલ કરી. આ ઉપરાંત ‘વોકલ ફોર લોકલ’ હેઠળ યાત્રાના ખર્ચના ઓછામાં ઓછા 10 ટકા સ્થાનિક ઉત્પાદનોની ખરીદી પર ખર્ચ કરવાનો આગ્રહ કર્યો, જેથી જમ્મુ-કાશ્મીરના લોકોની આજીવિકાને મજબૂતી મળે.
તેમણે રક્ષાબંધનના અવસરે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ભાઈ કે બહેનને એક છોડ ભેટ આપવા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાની પણ અપીલ કરી. સાથે જ ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે પોતાના કર્તવ્યોનું પ્રામાણિકતાથી પાલન કરતા વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવાનું આહ્વાન કર્યું. પ્રધાનમંત્રી વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ વર્ષની અમરનાથ યાત્રા આસ્થા, સેવા, સાંસ્કૃતિક એકતા અને રાષ્ટ્રીય ભાવનાનો ભવ્ય ઉત્સવ બનશે. તેમણે બાબા અમરનાથને પ્રાર્થના કરી કે તમામ શ્રદ્ધાળુઓના જીવનમાં નવી ઊર્જા, નવી ચેતના અને આધ્યાત્મિક શક્તિનો સંચાર થાય અને તમામની યાત્રા સુરક્ષિત અને મંગલમય રહે.
1 week ago | [YT] | 7
View 0 replies
DPNews Gujarati
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ પોલીસ કમિશનર (JCP) શરદ સિંઘલ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો
અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયેલા કુખ્યાત હિસ્ટ્રીશીટર કલીમ શેખ નામના આરોપીની પૂછપરછ દરમિયાન, તેણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ પોલીસ કમિશનર (JCP) શરદ સિંઘલ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.
આ ઘટના અંગેના મુખ્ય વિગતો નીચે મુજબ છે:
📌 ઘટનાની વિગતવાર માહિતી
સ્થળ: ચંડોળા તળાવ વિસ્તાર, અમદાવાદ.
આરોપી: કુખ્યાત હિસ્ટ્રીશીટર કલીમ શેખ, જે ગેરકાયદેસર હથિયારોની હેરફેરના મામલે પકડાયો હતો.
હુમલો: પૂછપરછ દરમિયાન આરોપીએ અચાનક છરી કાઢીને JCP શરદ સિંઘલ પર હુમલો કર્યો, જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
પોલીસનું ફાયરિંગ: હુમલા બાદ JCP શરદ સિંઘલે આત્મરક્ષામાં પોતાની સર્વિસ પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપી કલીમ શેખના પગમાં ગોળી વાગી છે.
હાલની સ્થિતિ: ઇજાગ્રસ્ત JCP શરદ સિંઘલને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે અને ક્રાઈમ બ્રાંચ કચેરી ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચી ગયો છે.
1 week ago | [YT] | 8
View 0 replies
DPNews Gujarati
અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરાઈ
#Ahmedabad #Police #PoliceCommissioner #Gujarat #AnupamsinhGehlot #dpnews #ahmedabadpolice #dpnewsgujarati
1 week ago | [YT] | 8
View 0 replies
Load more