મેળવો તમામ અપડેટ જી કે ટી વી ના સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી આ યુ ટૂબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો રાજકમલસિંહ પરમાર બ્યુરો ઓફિસ મહેતાપુરા વિસ્તાર. હિંમતનગર સાબરકાંઠા 9714403435
*હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કામનુ ખાતમુહૂર્ત કરાયુ* ******** સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોને વધુ સારી અને સુવિધાસભર શહેરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત કાર્યરત છે. ગુણવત્તાયુક્ત માર્ગો શહેરના વિકાસ અને નાગરિકોની સરળ અવરજવર માટે મહત્વપૂર્ણ છે. આ વિકાસકાર્યો પૂર્ણ થયા બાદ શહેરના લોકોને વધુ સુવિધા મળશે તેમજ ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો થશે. આ કાર્યક્રમમાં હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અરૂણાબેન કડીયા, અગ્રણી શ્રી કનુભાઇ પટેલ, શ્રી જે.ડી. પટેલ, ઉપપ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ, શ્રી બીપીન ઓઝા , ચીફ ઓફિસર શ્રી ગઢવી, શ્રી કરણસિંહજી, શ્રી સુર્યવંશસિંહજી તેમજ નગરપાલિકાના સભ્યો, વિવિધ વિભાગોના અધિકારીઓ, આગેવાનો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
*સાબરકાંઠામાં જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને 'માય ભારત' ની પ્રથમ દ્વિ-સ્તરીય સંયુક્ત બેઠક યોજાઈ: યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા અપીલ* *** સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને 'માય ભારત' ની પ્રથમ દ્વિ-સ્તરીય સંયુક્ત બેઠક યોજાઈ હતી. "સાબરકાંઠા માય ભારત ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટી (MYB-DAC)" અને "સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ માય ભારત કોઓર્ડિનેશન કમિટી (MYB-DSC)" ની પ્રથમ બે-સ્તરીય સંયુક્ત બેઠક ભારત સરકારના માય ભારત કેન્દ્ર - સાબરકાંઠા/અરવલ્લી અને જિલ્લા યુવા અધિકારીની કચેરી દ્વારા યોજવામાં આવી હતી.
બેઠક દરમિયાન કાર્યસૂચિના મુદ્દા પર વિગતવાર અને સઘન ચર્ચા કરવામાં આવી હતી, જેના ભાગરૂપે કલેક્ટરશ્રીએ બંને સમિતિઓ માટે જરૂરી અને રચનાત્મક સૂચનાઓ આપી હતી.
કલેક્ટરશ્રીએ તમામ સરકારી વિભાગો, યુવા વર્તુળો, સ્વૈચ્છિક તેમજ બિન-સરકારી સંસ્થાઓ (NGOs), સ્વ-સહાય જૂથો (SHGs), ગ્રામ પંચાયતો, NSS અને NCC વગેરેને 'MY BHARAT KENDRA' સાથે સંકળાયેલા યુવાનો અને સ્વયંસેવકો વચ્ચે સક્રિય સંકલન, સુદ્રઢ સંદેશાવ્યવહાર અને પરસ્પર પરામર્શ જાળવી રાખવા માટે ખાસ અપીલ કરી હતી, જેથી કરીને મહત્તમ સંખ્યામાં યુવાનો તન, મન અને ધનથી પોતાની નોંધણી કરાવી રાષ્ટ્ર નિર્માણના પવિત્ર કાર્યમાં સક્રિયપણે ભાગીદાર બની શકે.
આ બેઠકમાં ભારત કેન્દ્ર - સાબરકાંઠા / અરવલ્લીના જિલ્લા યુવા અધિકારી શ્રી રમેશ આર. કપૂર સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
*તા. ૧૧ મી જુલાઇ ૨૦૨૬ નારોજ સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે*.
*ફોજદારી, ચેક રિટર્ન, બેન્ક લેણાં, સહિતના ૧૧ પ્રકારના કેસો મૂકી શકાશે*.
સાબરકાંઠા જીલ્લામાં તા.૧૧ મી જુલાઇ ૨૦૨૬ નારોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશાનુસાર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા, હિંમતનગરના ઇનચાર્જ અધ્યક્ષ શ્રી એમ. એન. શેખના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સચિવશ્રી સી.પી.ચારણ દ્વારા સાબરકાંઠા જીલ્લાની અદાલતોમાં ૨૦૨૬ ના વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાષ્ટ્રીય લોક અદાલતમાં ફોજદારી, ચેક રિટર્ન, બેંક લેણાં, મોટર અકસ્માત, લગ્ન વિષયક, મજૂર કાયદાના કેસો, જમીન સંપાદનના કેસો, વીજ બિલ, પાણી બિલ, રેવન્યુ, દિવાની કેસો, તેમજ સાબરકાંઠા જીલ્લામાં વિવિધ જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર અનેક લોકો દંડ ભરતા નથી, ત્યારે આવા કેસો પણ લોક અદાલતમાં મુકવામાં આવનાર છે. લોક અદાલતમાં કેસોનો નિકાલ તે બંને પક્ષકારોને લાભકર્તા છે. બંને પક્ષના સમાધાનથી કેસોનો નિકાલ થાય છે. લોક અદાલતમાં કોઇની હાર નહીં અને કોઈનો વિજય નહીં તેવી સ્થિતિ ઉદભવે છે. બંને પક્ષકારો વચ્ચે કોઈ વૈમનસ્ય રેહતું નથી અને સુમેરભર્યા સંબધો સચવાઈ રહે છે. આથી વધુમાં વધુ પક્ષકારોએ પોતાના કેસો લોક અદાલતમાં મૂકી તેનો મહતમ લાભ લેવાં દરેક નાગરિકોને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાબરકાંઠા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
#Sabarkantha#Himmatnagar#ManishabenVakil#WomenAndChildDevelopment#Anganwadi#PoshanAbhiyan#ICDS#GujaratGovernment#Nutrition#ChildDevelopment સ્ટોરી: Writing સાબરકાંઠા: ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ડૉ. મનીષાબેન વકીલે સાબરકાંઠા જિલ્લાની એક દિવસીય મુલાકાત દરમિયાન પ્રાંતિજ તાલુકાના સલાલ-7 અને હિંમતનગરના કસ્બા છાપરિયા આંગણવાડી કેન્દ્રો તેમજ નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ, પોષણ વ્યવસ્થા અને કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના 1,923 આંગણવાડી કેન્દ્રોની કામગીરી, કુપોષણ નાબૂદી અભિયાન, પોષણ ટ્રેકર એપના ઉપયોગ તેમજ નવી આંગણવાડી ઇમારતોના નિર્માણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ માત્ર નોકરી તરીકે નહીં પરંતુ માતૃત્વની ભાવના સાથે બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસની જવાબદારી નિભાવવી જોઈએ. તેમણે કુપોષણ સામે જનઆંદોલન ઊભું કરવા સ્થાનિક સમાજ અને જનપ્રતિનિધિઓને પણ જોડાવા આહ્વાન કર્યું હતું. મંત્રીશ્રીએ નવી આંગણવાડી ઇમારતોના કામમાં ઝડપ લાવવા તેમજ જ્યાં સુધી નવા મકાનો તૈયાર ન થાય ત્યાં સુધી બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી જર્જરિત અથવા ભાડાના મકાનોમાંથી આંગણવાડીઓને યોગ્ય સરકારી ઇમારતોમાં સ્થળાંતર કરવાની સૂચના પણ આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*સાબરકાંઠામાં ૧૫ ફરતા પશુ દવાખાના દ્વારા 'મસ્ટાઇટીસ' (આંચળનો સોજો) રોગ અંગે પશુપાલકોને ગામે-ગામે ફરીને માર્ગદર્શન અપાયું* ***** ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોના હિતમાં ચલાવવામાં આવતી 'ફરતા પશુ દવાખાના' યોજના અંતર્ગત પશુઓને માત્ર સ્થળ પર સારવાર જ નથી આપવામાં આવતી, પરંતુ પશુપાલકોને યોગ્ય માર્ગદર્શન આપીને પશુઓમાં થતા રોગોનું પ્રમાણ ઘટાડવા માટે સતત સરાહનીય પ્રયાસો કરવામાં આવે છે, જેથી પશુપાલકોને કોઈ આર્થિક નુકસાન ન વેઠવું પડે. આ જ કડી અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોને પશુઓમાં જોવા મળતા 'મસ્ટાઇટીસ' (આંચળનો સોજો) નામના ગંભીર રોગ અંગે સાવચેત રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. મસ્ટાઇટીસ એ ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓના આંચળમાં થતો એક અત્યંત ચેપી રોગ છે, જેના કારણે પશુની દૂધ ઉત્પાદન ક્ષમતામાં મોટો ઘટાડો થાય છે અને પરિણામે પશુપાલકોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આ રોગના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો તેના કારણે પશુના આંચળમાં અતિશય સોજો આવવો, આંચળમાં ગરમાવો અને દુખાવો થવો, દૂધ દોહતી વખતે તેમાં ગાંઠો પડવી, દૂધનો કુદરતી રંગ બદલાઈ જવો અથવા દૂધમાં લોહી દેખાવા જેવા ચિહ્નો જોવા મળે છે.
આ ઉપરાંત કેટલાક ગંભીર કિસ્સાઓમાં પશુને તીવ્ર તાવ આવવો, ખોરાક ઓછો કરી દેવો અને શરીરમાં નબળાઈ અનુભવવી જેવા લક્ષણો પણ પ્રદર્શિત થાય છે. આ જીવલેણ રોગથી પશુઓને કેવી રીતે બચાવી શકાય, દૂધ દોહતી વખતે કઈ સાવચેતી રાખવી અને જો પશુમાં આ રોગની અસર જણાય તો તાત્કાલિક ધોરણે કયા કટોકટીના પગલાં લેવા, તે બાબતે સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત ૧૫ જેટલા ફરતા પશુ દવાખાનાની ટીમો દ્વારા ગામે-ગામે ફરીને તમામ પશુપાલકોને રૂબરૂમાં યોગ્ય અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેથી પશુધનની રક્ષા થઈ શકે. ****
વર્ષ 6 મહિનાની નિષ્ઠાપૂર્વકની સેવા બાદ હિંમતનગર આરટીઓના સિનિયર ક્લાર્ક રતિલાલ ડામોર વયનિવૃત્ત, ભાવુક વિદાય સમારોહ યોજાયો
સાબરકાંઠાના હિંમતનગર આરટીઓ કચેરીમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રતિલાલ ડામોર 35 વર્ષ 6 મહિનાની લાંબી અને નિષ્ઠાપૂર્વકની સરકારી સેવા પૂર્ણ કરીને વયનિવૃત્ત થયા. આ અવસરે આરટીઓ કચેરીમાં ભાવુક વિદાય સમારોહ યોજાયો, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓએ શાલ ઓઢાડી, ફૂલછડી અને સ્મૃતિચિહ્ન આપી તેમનું સન્માન કર્યું. સહકર્મચારીઓના પ્રેમ અને સન્માનથી અભિભૂત બનેલા રતિલાલ ડામોરે સૌનો આભાર વ્યક્ત કર્યો. આરટીઓ અધિકારીઓએ જણાવ્યું કે તેમની કર્તવ્યનિષ્ઠા, સમયપાલન અને સૌમ્ય સ્વભાવ નવા કર્મચારીઓ માટે પ્રેરણારૂપ રહેશે.
*સરકારી પોલિટેકનિક, હિંમતનગર ખાતે મુલાકાતી અધ્યાપકો માટે વોક-ઇન ઇન્ટરવ્યૂ યોજાશે*
હિંમતનગર: સરકારી પોલિટેકનિક, હિંમતનગર ખાતે માત્ર શૈક્ષણિક સત્રની સમયમર્યાદા સુધી વિવિધ વિષયોમાં મુલાકાતી અધ્યાપકો (વિઝિટિંગ ફેકલ્ટી) ની સેવાઓ મેળવવા માટે વોક-ઇન ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તા. ૨૯/૦૫/૨૦૨૬ ના ઠરાવ ક્રમાંક ED/MIS/e-૫/૩/૨૦૨૩/૩૭૬૬/GH મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારોએ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ જરૂરી શૈક્ષણિક લાયકાત તથા અનુભવના સ્વપ્રમાણિત દસ્તાવેજો સાથે અરજી આચાર્યશ્રી, સરકારી પોલિટેકનિક, હિંમતનગર (ગઢોડા રોડ, નવી સિવિલ હોસ્પિટલ નજીક) ખાતે રૂબરૂ જમા કરાવવાની રહેશે. તેમજ અરજીની સ્કેન કોપી gphimatnagar13@gmail.com પર ઈ-મેઇલ મારફતે પણ મોકલી શકાશે. સંસ્થામાં રસાયણશાસ્ત્ર વિષય માટે ૦૨, ભૌતિકશાસ્ત્ર વિષય માટે ૦૨ અને ગણિતશાસ્ત્ર વિષય માટે ૦૧ મુલાકાતી અધ્યાપકની જરૂરિયાત છે. ઉમેદવારો માટેની શૈક્ષણિક લાયકાત અને અનુભવ અંગેની વિગત www.dte.gujarat.gov.in વેબસાઇટ પરથી મેળવી શકાશે. મુલાકાતી અધ્યાપકોને પ્રતિ કલાક રૂ. ૬૫૦/- મુજબ મહેનતાણું ચૂકવવામાં આવશે, જેની માસિક મર્યાદા રૂ. ૪૫,૦૦૦/- રહેશે. વોક-ઇન ઇન્ટરવ્યૂ તા. ૧૪/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સરકારી પોલિટેકનિક, હિંમતનગર ખાતે યોજાશે. ઉમેદવારોએ અરજીમાં જે વિષય માટે ઉમેદવારી નોંધાવવાની હોય તે વિષયનું નામ, સંપૂર્ણ રહેઠાણનું સરનામું તથા મોબાઇલ નંબર સ્પષ્ટપણે દર્શાવવાનો રહેશે.એમ આચાર્ય, સરકારી પોલીટેકનિક હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે. *******
GK TV News Gujarati
*હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કામનુ ખાતમુહૂર્ત કરાયુ*
********
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોને વધુ સારી અને સુવિધાસભર શહેરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત કાર્યરત છે. ગુણવત્તાયુક્ત માર્ગો શહેરના વિકાસ અને નાગરિકોની સરળ અવરજવર માટે મહત્વપૂર્ણ છે. આ વિકાસકાર્યો પૂર્ણ થયા બાદ શહેરના લોકોને વધુ સુવિધા મળશે તેમજ ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો થશે.
આ કાર્યક્રમમાં હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અરૂણાબેન કડીયા, અગ્રણી શ્રી કનુભાઇ પટેલ, શ્રી જે.ડી. પટેલ, ઉપપ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ, શ્રી બીપીન ઓઝા , ચીફ ઓફિસર શ્રી ગઢવી, શ્રી કરણસિંહજી, શ્રી સુર્યવંશસિંહજી તેમજ નગરપાલિકાના સભ્યો, વિવિધ વિભાગોના અધિકારીઓ, આગેવાનો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
5 days ago | [YT] | 6
View 0 replies
GK TV News Gujarati
આજ રોજ હિંમતનગર અંબાજી બાયપાસ રોડ પર આવેલ MHK મોલથી પોલાજપુર ગામને જોડતા અંદાજિત રૂ. ૧ કરોડના માર્ગ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્યશ્રી વિનેન્દ્રસિંહ ઝાલા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી નરેશભાઈ પરમાર,અગ્રણી કોન્ટ્રાક્ટર શ્રી મુર્તાજભાઈ ખણુસિયા,સરપંચશ્રી અકીબભાઈ વિજાપુરા,ડેપ્યુટી સરપંચશ્રી ગુલામભાઈ મનસૂરી,પૂર્વ સરપંચશ્રી ઈકબાલભાઈ વિજાપુરા,પોલાજપુરના સરપંચશ્રી બાદરસિંહ,તલાટી કમ મંત્રીશ્રી શૈલેષભાઈ પટેલ,ક્લાર્ક શ્રી હસીનભાઈ મોમીન,મનસૂરી સમાજના પ્રમુખશ્રી સાહિદ મનસૂરી( મુન્નાભાઈ), મહામંત્રીશ્રી અલ્તાફભાઈ મનસૂરી,મોમીન સમાજના અગ્રણીશ્રી સિરાજભાઈ વિજાપુરા,શ્રી હિબઝુરભાઈ વિજાપુરા,શ્રી આમીનભાઈ ખણુંસિયા,શ્રી મુદ્દસર વિજાપુરા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
6 days ago | [YT] | 6
View 0 replies
GK TV News Gujarati
*સાબરકાંઠામાં જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને 'માય ભારત' ની પ્રથમ દ્વિ-સ્તરીય સંયુક્ત બેઠક યોજાઈ: યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા અપીલ*
***
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને 'માય ભારત' ની પ્રથમ દ્વિ-સ્તરીય સંયુક્ત બેઠક યોજાઈ હતી. "સાબરકાંઠા માય ભારત ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટી (MYB-DAC)" અને "સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ માય ભારત કોઓર્ડિનેશન કમિટી (MYB-DSC)" ની પ્રથમ બે-સ્તરીય સંયુક્ત બેઠક ભારત સરકારના માય ભારત કેન્દ્ર - સાબરકાંઠા/અરવલ્લી અને જિલ્લા યુવા અધિકારીની કચેરી દ્વારા યોજવામાં આવી હતી.
બેઠક દરમિયાન કાર્યસૂચિના મુદ્દા પર વિગતવાર અને સઘન ચર્ચા કરવામાં આવી હતી, જેના ભાગરૂપે કલેક્ટરશ્રીએ બંને સમિતિઓ માટે જરૂરી અને રચનાત્મક સૂચનાઓ આપી હતી.
કલેક્ટરશ્રીએ તમામ સરકારી વિભાગો, યુવા વર્તુળો, સ્વૈચ્છિક તેમજ બિન-સરકારી સંસ્થાઓ (NGOs), સ્વ-સહાય જૂથો (SHGs), ગ્રામ પંચાયતો, NSS અને NCC વગેરેને 'MY BHARAT KENDRA' સાથે સંકળાયેલા યુવાનો અને સ્વયંસેવકો વચ્ચે સક્રિય સંકલન, સુદ્રઢ સંદેશાવ્યવહાર અને પરસ્પર પરામર્શ જાળવી રાખવા માટે ખાસ અપીલ કરી હતી, જેથી કરીને મહત્તમ સંખ્યામાં યુવાનો તન, મન અને ધનથી પોતાની નોંધણી કરાવી રાષ્ટ્ર નિર્માણના પવિત્ર કાર્યમાં સક્રિયપણે ભાગીદાર બની શકે.
આ બેઠકમાં ભારત કેન્દ્ર - સાબરકાંઠા / અરવલ્લીના જિલ્લા યુવા અધિકારી શ્રી રમેશ આર. કપૂર સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
***
6 days ago | [YT] | 5
View 0 replies
GK TV News Gujarati
🙏
ચોવીસી ત્રિવેદી મેવાડા સમાજ નું ગૌરવ-રાવોલનું ગૌરવ....
રાવોલનાં સ્વધર્મપ્રિય ગં.સ્વ.મુક્તાબેન વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પૌત્ર અનેજી.ઈ.બી.ના સીનીયર કર્મચારી શ્રીમહેશકુમાર વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના ચિં.પુત્ર ચિ.રુદ્રેશ મહેશભાઈ ત્રિવેદીએ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી PHD ની ડીગ્રી મેળવી (ડૉક્ટરેટ ની ડીગ્રી મેળવી )ડૉ.રુદ્રેશ મહેશભાઈ ત્રિવેદીએ ત્રિવેદી પરિવારનું ગૌરવ વધાર્યુંછે.વિપુલવડ સમા સ્વ દાદા (દાણી) રેવાશંકર જો..ત્રિવેદીના આશીર્વાદથી સમગ્ર પરિવારો પર મા સરસ્વતિ અને જગદંબા તથા મા કાત્યાયિની સહ એકલિંગજી દાદાની કૃપા રહીછે.પરિવારને શિક્ષણ માટે'આગ્રહી એવા પરિવારના વડીલ પ્રિ.નર્મદભાઈ ત્રિવેદીએ ડૉ.રુદ્રેશનાં દાદી મુક્તાબા,મમ્મી જાગૃતિબેન,પપ્પા મહેશભાઈ,ચિ.બેન નૈયા તથા ફોઈ હીનાબેન અને દક્ષાબેન તથા પ્રેરક ડૉ.પિનાકીનભાઈ ત્રિવેદી ને હાર્દિક અભિનંદન સહ શુભાશિષ પાઠવી,ડૉ રુદ્રેશને શુભ આશિર્વાદ પાઠવ્યાછે.
રાજકમલસિંહ પરમાર સાબરકાંઠા
1 week ago | [YT] | 4
View 0 replies
GK TV News Gujarati
*તા. ૧૧ મી જુલાઇ ૨૦૨૬ નારોજ સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે*.
*ફોજદારી, ચેક રિટર્ન, બેન્ક લેણાં, સહિતના ૧૧ પ્રકારના કેસો મૂકી શકાશે*.
સાબરકાંઠા જીલ્લામાં તા.૧૧ મી જુલાઇ ૨૦૨૬ નારોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશાનુસાર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા, હિંમતનગરના ઇનચાર્જ અધ્યક્ષ શ્રી એમ. એન. શેખના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સચિવશ્રી સી.પી.ચારણ દ્વારા સાબરકાંઠા જીલ્લાની અદાલતોમાં ૨૦૨૬ ના વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં રાષ્ટ્રીય લોક અદાલતમાં ફોજદારી, ચેક રિટર્ન, બેંક લેણાં, મોટર અકસ્માત, લગ્ન વિષયક, મજૂર કાયદાના કેસો, જમીન સંપાદનના કેસો, વીજ બિલ, પાણી બિલ, રેવન્યુ, દિવાની કેસો, તેમજ સાબરકાંઠા જીલ્લામાં વિવિધ જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર અનેક લોકો દંડ ભરતા નથી, ત્યારે આવા કેસો પણ લોક અદાલતમાં મુકવામાં આવનાર છે.
લોક અદાલતમાં કેસોનો નિકાલ તે બંને પક્ષકારોને લાભકર્તા છે. બંને પક્ષના સમાધાનથી કેસોનો નિકાલ થાય છે. લોક અદાલતમાં કોઇની હાર નહીં અને કોઈનો વિજય નહીં તેવી સ્થિતિ ઉદભવે છે. બંને પક્ષકારો વચ્ચે કોઈ વૈમનસ્ય રેહતું નથી અને સુમેરભર્યા સંબધો સચવાઈ રહે છે. આથી વધુમાં વધુ પક્ષકારોએ પોતાના કેસો લોક અદાલતમાં મૂકી તેનો મહતમ લાભ લેવાં દરેક નાગરિકોને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાબરકાંઠા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
1 week ago | [YT] | 3
View 0 replies
GK TV News Gujarati
#Sabarkantha #Himmatnagar #ManishabenVakil #WomenAndChildDevelopment #Anganwadi #PoshanAbhiyan #ICDS #GujaratGovernment #Nutrition #ChildDevelopment
સ્ટોરી:
Writing
સાબરકાંઠા: ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ડૉ. મનીષાબેન વકીલે સાબરકાંઠા જિલ્લાની એક દિવસીય મુલાકાત દરમિયાન પ્રાંતિજ તાલુકાના સલાલ-7 અને હિંમતનગરના કસ્બા છાપરિયા આંગણવાડી કેન્દ્રો તેમજ નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ, પોષણ વ્યવસ્થા અને કામગીરીની સમીક્ષા કરી હતી.
ત્યારબાદ હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના 1,923 આંગણવાડી કેન્દ્રોની કામગીરી, કુપોષણ નાબૂદી અભિયાન, પોષણ ટ્રેકર એપના ઉપયોગ તેમજ નવી આંગણવાડી ઇમારતોના નિર્માણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ માત્ર નોકરી તરીકે નહીં પરંતુ માતૃત્વની ભાવના સાથે બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસની જવાબદારી નિભાવવી જોઈએ. તેમણે કુપોષણ સામે જનઆંદોલન ઊભું કરવા સ્થાનિક સમાજ અને જનપ્રતિનિધિઓને પણ જોડાવા આહ્વાન કર્યું હતું.
મંત્રીશ્રીએ નવી આંગણવાડી ઇમારતોના કામમાં ઝડપ લાવવા તેમજ જ્યાં સુધી નવા મકાનો તૈયાર ન થાય ત્યાં સુધી બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી જર્જરિત અથવા ભાડાના મકાનોમાંથી આંગણવાડીઓને યોગ્ય સરકારી ઇમારતોમાં સ્થળાંતર કરવાની સૂચના પણ આપી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
1 week ago | [YT] | 4
View 0 replies
GK TV News Gujarati
*સાબરકાંઠામાં ૧૫ ફરતા પશુ દવાખાના દ્વારા 'મસ્ટાઇટીસ' (આંચળનો સોજો) રોગ અંગે પશુપાલકોને ગામે-ગામે ફરીને માર્ગદર્શન અપાયું*
*****
ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોના હિતમાં ચલાવવામાં આવતી 'ફરતા પશુ દવાખાના' યોજના અંતર્ગત પશુઓને માત્ર સ્થળ પર સારવાર જ નથી આપવામાં આવતી, પરંતુ પશુપાલકોને યોગ્ય માર્ગદર્શન આપીને પશુઓમાં થતા રોગોનું પ્રમાણ ઘટાડવા માટે સતત સરાહનીય પ્રયાસો કરવામાં આવે છે, જેથી પશુપાલકોને કોઈ આર્થિક નુકસાન ન વેઠવું પડે. આ જ કડી અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોને પશુઓમાં જોવા મળતા 'મસ્ટાઇટીસ' (આંચળનો સોજો) નામના ગંભીર રોગ અંગે સાવચેત રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. મસ્ટાઇટીસ એ ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓના આંચળમાં થતો એક અત્યંત ચેપી રોગ છે, જેના કારણે પશુની દૂધ ઉત્પાદન ક્ષમતામાં મોટો ઘટાડો થાય છે અને પરિણામે પશુપાલકોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે.
આ રોગના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો તેના કારણે પશુના આંચળમાં અતિશય સોજો આવવો, આંચળમાં ગરમાવો અને દુખાવો થવો, દૂધ દોહતી વખતે તેમાં ગાંઠો પડવી, દૂધનો કુદરતી રંગ બદલાઈ જવો અથવા દૂધમાં લોહી દેખાવા જેવા ચિહ્નો જોવા મળે છે.
આ ઉપરાંત કેટલાક ગંભીર કિસ્સાઓમાં પશુને તીવ્ર તાવ આવવો, ખોરાક ઓછો કરી દેવો અને શરીરમાં નબળાઈ અનુભવવી જેવા લક્ષણો પણ પ્રદર્શિત થાય છે. આ જીવલેણ રોગથી પશુઓને કેવી રીતે બચાવી શકાય, દૂધ દોહતી વખતે કઈ સાવચેતી રાખવી અને જો પશુમાં આ રોગની અસર જણાય તો તાત્કાલિક ધોરણે કયા કટોકટીના પગલાં લેવા, તે બાબતે સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત ૧૫ જેટલા ફરતા પશુ દવાખાનાની ટીમો દ્વારા ગામે-ગામે ફરીને તમામ પશુપાલકોને રૂબરૂમાં યોગ્ય અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેથી પશુધનની રક્ષા થઈ શકે.
****
1 week ago | [YT] | 2
View 0 replies
GK TV News Gujarati
વર્ષ 6 મહિનાની નિષ્ઠાપૂર્વકની સેવા બાદ હિંમતનગર આરટીઓના સિનિયર ક્લાર્ક રતિલાલ ડામોર વયનિવૃત્ત, ભાવુક વિદાય સમારોહ યોજાયો
સાબરકાંઠાના હિંમતનગર આરટીઓ કચેરીમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રતિલાલ ડામોર 35 વર્ષ 6 મહિનાની લાંબી અને નિષ્ઠાપૂર્વકની સરકારી સેવા પૂર્ણ કરીને વયનિવૃત્ત થયા. આ અવસરે આરટીઓ કચેરીમાં ભાવુક વિદાય સમારોહ યોજાયો, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓએ શાલ ઓઢાડી, ફૂલછડી અને સ્મૃતિચિહ્ન આપી તેમનું સન્માન કર્યું. સહકર્મચારીઓના પ્રેમ અને સન્માનથી અભિભૂત બનેલા રતિલાલ ડામોરે સૌનો આભાર વ્યક્ત કર્યો. આરટીઓ અધિકારીઓએ જણાવ્યું કે તેમની કર્તવ્યનિષ્ઠા, સમયપાલન અને સૌમ્ય સ્વભાવ નવા કર્મચારીઓ માટે પ્રેરણારૂપ રહેશે.
#Himmatnagar #RTO #Retirement #RatilalDamor #Sabarkantha #GovernmentService #Farewell #GujaratiNews #HimmatnagarNews #RTOOffice
1 week ago | [YT] | 12
View 0 replies
GK TV News Gujarati
*સરકારી પોલિટેકનિક, હિંમતનગર ખાતે મુલાકાતી અધ્યાપકો માટે વોક-ઇન ઇન્ટરવ્યૂ યોજાશે*
હિંમતનગર:
સરકારી પોલિટેકનિક, હિંમતનગર ખાતે માત્ર શૈક્ષણિક સત્રની સમયમર્યાદા સુધી વિવિધ વિષયોમાં મુલાકાતી અધ્યાપકો (વિઝિટિંગ ફેકલ્ટી) ની સેવાઓ મેળવવા માટે વોક-ઇન ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તા. ૨૯/૦૫/૨૦૨૬ ના ઠરાવ ક્રમાંક ED/MIS/e-૫/૩/૨૦૨૩/૩૭૬૬/GH મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારોએ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ જરૂરી શૈક્ષણિક લાયકાત તથા અનુભવના સ્વપ્રમાણિત દસ્તાવેજો સાથે અરજી આચાર્યશ્રી, સરકારી પોલિટેકનિક, હિંમતનગર (ગઢોડા રોડ, નવી સિવિલ હોસ્પિટલ નજીક) ખાતે રૂબરૂ જમા કરાવવાની રહેશે. તેમજ અરજીની સ્કેન કોપી gphimatnagar13@gmail.com પર ઈ-મેઇલ મારફતે પણ મોકલી શકાશે.
સંસ્થામાં રસાયણશાસ્ત્ર વિષય માટે ૦૨, ભૌતિકશાસ્ત્ર વિષય માટે ૦૨ અને ગણિતશાસ્ત્ર વિષય માટે ૦૧ મુલાકાતી અધ્યાપકની જરૂરિયાત છે. ઉમેદવારો માટેની શૈક્ષણિક લાયકાત અને અનુભવ અંગેની વિગત www.dte.gujarat.gov.in વેબસાઇટ પરથી મેળવી શકાશે.
મુલાકાતી અધ્યાપકોને પ્રતિ કલાક રૂ. ૬૫૦/- મુજબ મહેનતાણું ચૂકવવામાં આવશે, જેની માસિક મર્યાદા રૂ. ૪૫,૦૦૦/- રહેશે.
વોક-ઇન ઇન્ટરવ્યૂ તા. ૧૪/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સરકારી પોલિટેકનિક, હિંમતનગર ખાતે યોજાશે.
ઉમેદવારોએ અરજીમાં જે વિષય માટે ઉમેદવારી નોંધાવવાની હોય તે વિષયનું નામ, સંપૂર્ણ રહેઠાણનું સરનામું તથા મોબાઇલ નંબર સ્પષ્ટપણે દર્શાવવાનો રહેશે.એમ આચાર્ય, સરકારી પોલીટેકનિક હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
*******
2 weeks ago | [YT] | 0
View 0 replies
GK TV News Gujarati
હિંમતનગરના નલીનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ દ્વારા રાષ્ટ્રપતિ પુરસ્કાર, રાજ્ય પુરસ્કાર અને અન્ય વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સ્કાઉટ, ગાઈડ, રોવર અને રેન્જર વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ અને જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંહ સાંધુના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને બેઝ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. કલેક્ટરે વિદ્યાર્થીઓને શિસ્ત, સેવાભાવ, નેતૃત્વ અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યો જીવનમાં ઉતારી જવાબદાર નાગરિક બનવા પ્રેરણા આપી.
કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો, શિક્ષકો, સ્કાઉટ-ગાઈડના હોદ્દેદારો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. દેમતીમેરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વનવાસી નૃત્ય અને જાદુગર શહેનશાહના જાદુના ખેલોએ કાર્યક્રમમાં આકર્ષણ જમાવ્યું.
હેડલાઈન
સાબરકાંઠામાં રાષ્ટ્રપતિ અને રાજ્ય પુરસ્કાર વિજેતા સ્કાઉટ-ગાઈડ વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન
હેશટેગ
#Sabarkantha #ScoutGuide #RashtrapatiAward #StateAward #Himmatnagar #StudentAchievement #Education #Gujarat #Scouts #Guides #ProudMoment
2 weeks ago | [YT] | 2
View 0 replies
Load more