Shri Bhupendra Patel, Chief Minister of Gujarat (Official Youtube Channel)

Shri Bhupendra Rajnikant Patel was sworn-in as Gujarat’s 17th Chief Minister on September 13, 2021. Shri Bhupendrabhai Patel began his political journey as a member in Memnagar municipality and got elected as MLA from Ghatlodia constituency (Ahmedabad) in 2017 Gujarat assembly elections.


Bhupendra Patel

બનાસકાંઠાના તેનીવાડા ખાતે જીવન વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 25 એકરમાં નિર્મિત થનાર મેડીવંતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ હેલ્થકેર કેમ્પસનું ભૂમિપૂજન કર્યું.

ગ્રામ્ય સ્તરે જ અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિટી સુવિધાઓ ઉપલબ્ધ થવાથી સ્થાનિક નાગરિકોને ઘરઆંગણે જ ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ મળી રહેશે.

સાથે જ, તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ તબીબી શિક્ષણ સ્થાનિક સ્તરે પ્રાપ્ત થશે.

આ અવસરે, સૌ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી માટે નિયમિત યોગ કરવા તથા જન-સ્વાસ્થ્ય અને પર્યાવરણની સુરક્ષા કાજે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આહવાન કર્યું.

22 hours ago | [YT] | 122

Bhupendra Patel

નવસારી-વલસાડના જિલ્લા કલેક્ટર્સ, પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓ અને ધારાસભ્યો તથા પદાધિકારીઓ સાથે બેઠક કરીને તાજેતરના ભારે વરસાદને કારણે ઉભી થયેલી સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ બચાવ-રાહતની કામગીરીની સમીક્ષા કરી.

નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમજ સહાય કામગીરી અંગે જરૂરી દિશાનિર્દેશ અધિકારીઓને આપ્યા.

2 days ago | [YT] | 124

Bhupendra Patel

Today, Gujarat has taken a defining step toward powering the Digital India initiative.

Inspired by the visionary leadership of Hon'ble PM Shri Narendra Modi, we proudly launched the 'Viksit Gujarat Data Center Policy 2026-2029' today at Mahatma Mandir, Gandhinagar.

This first-of-its-kind dedicated policy is a landmark milestone aiming at making Gujarat a global hub for cloud, AI, and world-class data infrastructure.

Our unique value proposition lies in a comprehensive ecosystem that integrates high-speed connectivity, skilled talent, and our national leadership in renewable energy. This allows us to champion the development of hyperscale green AI data centers that are as sustainable as they are secure.

I warmly invite leading global tech companies and innovators to invest in Gujarat and join our journey toward a $3.5 trillion economy by 2047.

Together, we will build the next-generation digital infrastructure that defines a Viksit Bharat.

3 days ago | [YT] | 114

Bhupendra Patel

ગુજરાત પોલીસ પરિવાર અને રાજ્યની સુરક્ષા વ્યવસ્થા માટે આજનો દિવસ ખૂબ જ ગૌરવપૂર્ણ રહ્યો.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની સાથે ગુજરાત પોલીસ દળમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે જોડાઈ રહેલ નવનિયુક્ત 449 ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કર્યા.

આ અવસરે, ગુજરાત પોલીસ એકેડમી - કરાઇ દ્વારા તૈયાર કરવામાં આવેલ તાલીમ પુસ્તિકાઓનું વિમોચન કર્યું.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં "નાગરિક દેવો ભવ:" મંત્ર સાથે નાગરિકોની શાંતિ, સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ દળ કાર્યરત રહ્યું છે.

સમાજ જીવનમાં પોલીસનું સ્થાન અત્યંત ગૌરવભર્યું છે, જ્યાં પોલીસની હાજરી માત્રથી જ સામાન્ય નાગરિકમાં એવો વિશ્વાસ જાગે છે કે હવે જે પણ થશે તે ન્યાયપૂર્ણ થશે.

કોઈપણ દેશ કે રાજ્યના વિકાસના પાયામાં શાંતિ અને સલામતી અનિવાર્ય છે. આજે ગુજરાત વૈશ્વિક નકશા પર ચમકી રહ્યું છે તો તેની પાછળ આપણી મજબૂત સુરક્ષા વ્યવસ્થા રહેલી છે.

ગુજરાતની સલામત રાજ્ય તરીકેની વૈશ્વિક છબીને વધુ સુદૃઢ બનાવવામાં આ નવનિયુક્ત જવાનો સિંહફાળો આપશે તેવો વિશ્વાસ આજના આ અવસરે વ્યક્ત કર્યો.

રાજ્યના પોલીસ પરિવારમાં જોડાયેલ સૌ પ્રતિભાશાળી યુવાઓને અને તેમના પરિવારજનોને હાર્દિક અભિનંદન.

3 days ago | [YT] | 146

Bhupendra Patel

नई दिल्ली में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के दूरदर्शी नेतृत्व एवं माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी की अध्यक्षता तथा माननीय केंद्रीय जल शक्ति मंत्री श्री सी आर पाटिल जी की उपस्थिति में नर्मदा अवार्ड से जुड़े गुजरात, महाराष्ट्र, मध्य प्रदेश और राजस्थान के दशकों पुराने लंबित भुगतान संबंधी मुद्दों का ऐतिहासिक समाधान वन-टाइम सेटलमेंट के माध्यम से हुआ।

यह ऐतिहासिक सहमति सहकारी संघवाद, आपसी विश्वास और राष्ट्रीय हित की भावना का सशक्त उदाहरण है, जो जल सुरक्षा को और मजबूत करेगी तथा भविष्य में अंतर-राज्यीय सहयोग को नई गति देगी।

4 days ago | [YT] | 132

Bhupendra Patel

‘વિકસિત ગુજરાત @ 2047’ના વિઝનને સાકાર કરવા માટેનો એક રોડમેપ ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાન્સફોર્મેશન (GRIT) અને સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગ દ્વારા સંયુક્તપણે તૈયાર કરવામાં આવ્યો છે. આ રોડમેપનું આજે ગાંધીનગર ખાતે સાથી મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં અનાવરણ કર્યું.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વિકસિત ભારત @ 2047’ના વિઝનને સુસંગત રહીને આ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. વિકસિત ગુજરાતના વિઝનનું ઓન-ગ્રાઉન્ડ એક્ઝિક્યુશન કરવા તરફ રાજ્ય સરકારનું આ મહત્ત્વનું પગલું છે.

વિકસિત ગુજરાતના લક્ષ્યને પ્રાપ્ત કરવા રાજ્ય સરકારના દરેક વિભાગે જે ગોલ નક્કી કર્યા છે, તેના આધારે આ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના 26 વિભાગો માટે અંદાજે 900 સ્ટેપ્સ નક્કી કરવામાં આવ્યા છે. આ રોડમેપમાં "Living Well, Earning Well”ના મંત્રને સાકાર કરવા મુખ્ય 11 થીમ, 120 મેક્રો ગોલ તેમજ 55 કી થ્રસ્ટ એરિયા નક્કી કરવામાં આવ્યા છે.

વિકસિત ગુજરાતના નિર્માણ માટે કેવા પગલા લેવાની જરૂર છે, કેવા પ્રોજેક્ટ્સ કોના દ્વારા અને કેટલી સમયમર્યાદામાં કરવાના છે - તેની સ્પષ્ટતા આ રોડમેપમાં મળશે.

નાગરિકો માટે સારી આજીવિકા, મજબૂત માળખાગત સુવિધા, સર્વસમાવેશી વિકાસ દ્વારા જીવનની ગુણવત્તામાં સુધારો કરવામાં આ રોડમેપ ઉપયોગી બનશે.

1 week ago | [YT] | 172

Bhupendra Patel

સ્વચ્છતાથી સ્વસ્થતા સુધીની સફર..

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રેરિત 1 જુલાઈ થી 7 જુલાઈ સુધી ચાલનારા ‘નમો સ્વચ્છતા અભિયાન’નો રાજ્યવ્યાપી શુભારંભ મારા સાથી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં કરાવ્યો.

અભિયાન અંતર્ગત, સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું.

1 week ago | [YT] | 186

Bhupendra Patel

Honoring the selfless dedication, compassion, and tireless service of our medical fraternity on #NationalDoctorsDay.

Doctors are the pillars of a healthy and society. Their expertise, unwavering commitment, and round-the-clock service, especially during the most challenging times, make them true lifesavers.

Inspired by Hon'ble PM Shri Narendra Modi Ji's vision of Health for All, Gujarat continues to strengthen its healthcare ecosystem to ensure quality, affordable, and accessible medical care reaches every citizen.

On this Doctors' Day, let us express our heartfelt gratitude to these real-life heroes who heal with compassion and serve with dedication.

1 week ago | [YT] | 51

Bhupendra Patel

Inaugurated a comprehensive Trade Show and Exhibition today as a vital part of the Vibrant Gujarat Regional Conference in Central Gujarat.

It was inspiring to witness the incredible range of talent on display, from the forward-thinking solutions in the MSME and Startup pavilions to the exquisite craftsmanship in the Women Artisans and Tribal Hatt sections.

These exhibitions serve as powerful platforms for local industries to showcase their prowess and connect with global markets, further fueling our state's industrial excellence.

#VGRCCentralGujarat
#VibrantGujarat
#VGRC

1 week ago | [YT] | 173

Bhupendra Patel

વડોદરા ખાતેથી ‘પીએમ ઈ બસ સેવા’ અંતર્ગત 30 નવી એસી ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. આ પહેલ અંતર્ગત, વડોદરા માટે કુલ 250 ઈ-બસો મંજૂર કરવામાં આવી છે, જેમાંથી પ્રથમ ચરણમાં 130 બસો ફાળવાશે.

આ 'ઝીરો એમિશન' બસો પ્રદૂષણ ઘટાડવામાં મહત્ત્વની સાબિત થશે અને નાગરિકોને આધુનિક સુવિધાયુક્ત ગ્રીન પરિવહનની ભેટ આપશે.

મુસાફરોની સુરક્ષા માટે આ બસોમાં સીસીટીવી કેમેરા, પેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ અને ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત, અકસ્માત સામે રક્ષણ માટે ફાયર એક્સટિંગ્વિશર અને ફર્સ્ટ એઈડ કિટની સુવિધા પણ ઉપલબ્ધ છે.

આ બસો વ્હીલચેર એક્સેસિબલ છે. દિવ્યાંગો અને સિનિયર સિટીઝન માટે પ્રાધાન્ય સીટો તેમજ મહિલાઓ માટે ખાસ 'પિન્ક સીટ્સ' અનામત રાખવામાં આવી છે. પસંદગીની બસોમાં હાઈડ્રોલિક લિફ્ટ અને રેમ્પની સુવિધા પણ આપવામાં આવી છે.

આ ઉપરાંત, આધુનિક મુસાફરી માટે ડિજિટલ ટિકિટિંગ, લાઈવ ટ્રેકિંગ માટે જી.પી.એસ. સિસ્ટમ અને એનાઉન્સમેન્ટ માટે 'પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ' કાર્યરત રહેશે. નાગરિકો રોકડ ઉપરાંત યુપીઆઈ, ટિકિટિંગ કાર્ડ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટિકિટ મેળવી શકશે.

બસોના સુચારૂ સંચાલન માટે વિવિધ સ્થળોએ ખાસ ચાર્જિંગ સ્ટેશન પણ ઊભા કરવામાં આવ્યા છે.

વડોદરાના જાહેર પરિવહનને આધુનિક અને ઈકોફ્રેન્ડલી બનાવવાની દિશામાં આ એક મક્કમ અને ક્રાંતિકારી ડગલું છે.

1 week ago | [YT] | 100